Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કાલે બાળકોએ બનાવેલી કલાકૃતિઓનું પ્રદર્શન

જીજ્ઞાસાબેન દોશીના માર્ગદર્શન હેઠળ બાળકોએ જાતે બનાવેલા ચિત્રો, ગ્લાસ- કેન્વાસ અને તાવડીમાં બનાવેલા પેઈન્ટીંગ સહિત ૫૦થી વધુ કલાકૃતિઓનું પ્રદર્શન

રાજકોટ,તા.૮: નાના બાળકોએ બનાવેલ વિવિધ કલાકૃતિઓનું આવતીકાલે પ્રદર્શન યોજાએલ છે. જેમાં વિવિધ ચિત્રો સાથે ગ્લાસ, કેન્વાસ, તાવડામાં બનાવેલ પેઈન્ટીંગ સહિત અનેકવિધ કલાકૃતિઓ નિહાળી શકાશે.

વિઝયુઅલ આર્ટ સેન્ટરના સંચાલિકા જિજ્ઞાસા દોશી કે જેઓ એમ.એસ.યુનિવર્સિટી વડોદરાના ફાઈન આર્ટસમાંથી માસ્ટર થયેલ છે અને ૨૦ વર્ષથી કલાક્ષેત્રે કાર્યરત છે. તેમને લલિત કલા એવોર્ડથી સન્માનવામાં આવેલ છે. તેમજ તેમનાં બનાવેલા ચિત્રો રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય પ્રદર્શનોમાં સ્થાન પામેલ છે. તેઓએ તાજેતરમાં જ વિઝયુઅલ આર્ટ સેન્ટરમાં એક વર્કશોપનું આયોજન કરેલ.

બાળકમાં રહેલી સર્જનાત્મકતા ખીલે તથા બાળકમાં સ્કીલનો વિકાસ થાયએ માટે જિજ્ઞાસા દોશીએ આ વર્કશોપમાં બાળકોને માર્ગદર્શન આપેલ.

આ વર્કશોપમાં બાળકોને પેઈન્ટીંગ, સ્કલ્પચર, મ્યૂરલ વિગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધેલ અને સરસ મજાના ચિત્રો તથા અન્ય કલાકૃતિઓ બનાવેલી. બાળકો દ્વારા બનાવેલ ચિત્રો અને કલાકૃતિઓનું એક પ્રદર્શન તા.૯ને રવિવારના રોજ સાંજે ૫ થી ૮ દરમ્યાન વિઝયુઅલ આર્ટ સેન્ટર 'લલિત', ૧૧- જંકશન પ્લોટ, રાજકોટ ખાતે યોજાનાર છે.

તસ્વીરમાં જીજ્ઞાસાબેન દોશી (મો.૯૮૨૫૪ ૯૦૬૭૮) અને પિયુષભાઈ રાયઠઠ્ઠા નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૦.૧૪)

(3:56 pm IST)