Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

'કવિ હર્ષદ ચંદારાણા સાથે એક સાંજ' : સાહિત્ય સેતુ દ્વારા યાદગાર કાર્યક્રમ સંપન્ન

રાજકોટ : દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરીત સાહિત્યીક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા અમરેલીના જાણીતા કવિ એવા 'શ્રી હર્ષદ ચંદારાણા સાથે એક સાંજ' શીર્ષકતળે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. સીન્ડીકેટ મેમ્બર હરદેવસિંહ જાડેજા, યુવા ઉદ્યોગપતિ ગ્રીનીજભાઇ હરીયા, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી પ્રતાપભાઇ પટેલની ઉપસ્થિતીમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમનું દિપપ્રગટય સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ કમલનયનભાઇ સોજીત્રાના હસ્તે કરાયુ હતુ. ૧૫૦ થી વધુ સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેલ. અહીં કવિ હર્ષદ ચંદારાણાએ પોતાની પ્રિય કવિતાઓનું પઠન કરીને ભાવુકોના દીલ જીતી લીધા હતા. તાળીઓનો ગડગડાટ સતત ગુંજતો રહ્યો હતો.કવિ પ્રેમીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી. આ તકે સાહિત્ય સેતુ પરિવાર દ્વારા કવિ હર્ષદ ચંદારાણાનું પુષ્પગુચ્છ આપી, ખેસ પહેરાવી, શ્રીફળ સાકરનો પડો, વિવેકાનંદજીનો ફોટો, પુસ્તક, ચાંદીનો સિકકો અને સન્માનપત્ર આપી તથા શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. કાર્યક્રમમાં કવિ સંજુવાળા, દિલીપ જોષી, શૈલેષ ટેવાણી, ભાસ્કર ભટ્ટ, મનોજ જોષી, મધુબેન જોષી, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, નટવર આહલપરા, જીગર જોષી, દિપક ત્રિવેદી, આવૃત્તિબેન નાણાવટી, લક્ષ્મીબેન ડોબરીયા, હેમલબેન ત્રિવેદી, હેમલબેન ભટ્ટ, વનિતાબેન રાઠોડ, રેણુબેન યાજ્ઞિક, પ્રદ્યુમન જોષીપુરા, પત્રકાર જવલંત છાયા, કૌશિકભાઇ સિંધવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યુવા કવિ સુધીર દત્તાએ કવિ હર્ષદ ચંદારાણાનો પરીચય રજુ કરેલ. શબ્દોથી સૌનું સ્વાગત મુકેશભાઇ દોશીએ અને અંતમાં આભારવિધિ જનાર્દનભાઇ આચાર્યએ કરી હતી. સન્માનપત્રનું વાંચન રાકેશ હાંસલીયાએ કરેલ. સમગ્ર સંચાલન અનુપમ દોશીએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સુધીર દત્તા, હસુભાઇ શાહ, સુનિલ વોરા, નલિન તન્ના, પરિમલભાઇ જોષી, દિનેશભાઇ ગોધાણી, રમેશ શીશાંગીયા, ડો. હાર્દીક દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:54 pm IST)