Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

CCTVમાં ટ્રાફિક નિયમ ભંગ કરતા ૨II લાખ લોકો કેદઃ અ.ધ.ધ . ૪II કરોડની આવક

આઇ-વે પ્રોજેકટ કોર્પોરેશનનો કમાઉ દિકરોઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકયો

રાજકોટ, તા.૮: મ્યુ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં રાજય સરકારનાં સહયોગ આઇ-વે પ્રોજેકટ કાર્યરત કયો છે જે અંતર્ગત શહેરનાં રાજમાર્ગો અને ટ્રાફિક સિગ્રલો ઉપર મૂકાયેલા સી.સી.ટી.વી કેમેરાએ મે સુધીમાં કુલ ૨,૨૬,૨૭૭ લોકોને ટ્રાફિકનો નિયમ ભંગ કરતાં રંગે હાથ ઝડપી લીધ હતા. અને તેના આધારે ટ્રાફીક વિભાગે આ તમામ વાહન ચાલકોને ઇ-મેમો ઇસ્યુ કરીને કુલ ૪,૪૭,૯૫,૧૦૦નો દંડ વસુલ્યો હતો.

આમ રાજકોટનાં આઇ-વે પ્રોજેકટ થકી લોકોનાં ટ્રાફિક નિયમનો અમલ સાપો-સાથે કરોડોની આવક પણ થવા લાગી છે. આ સિવાય આઇ-વે પ્રોજેકટ અનેક વિધિ રીતે ઉપયોગી હોઇ આ પ્રોજેકટ આંતર રાષ્ટ્રીય સ્તરરે પણ ચમકર્યો છે.

આ અંગે મ્યુ. કમિશીર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર રાજકોટ વિશ્વમાં ૭ માં ક્રમનું સૌથી ઝડપથી વિકસતા શહેર તરીકે ઉભરી આવી રહયું છે ત્યારે બીજી તરફ રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. અને આઈ.ટી. ક્ષેત્રે રાજકોટ મહાનગરપાલિકાએ ઈ-ગવર્નન્સમાં ખુબ જ નોંધપાત્ર પ્રગતિ કરીને આધુનિક સમય અને સમાજ સાથે કદમ મિલાવ્યા છે અને તેમાં મહાનગરપાલિકાને એક ડગલું આગળ લઇ જવામાં ''રાજકોટ આઈ-વે પ્રોજેકટ''ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની છે. માત્ર એટલુંજ નહી પરંતુ  રાજકોટ ''આઈ-વે પ્રોજેકટ''નાં અસરકારક અમલીકરણ અને પરિણામલક્ષી પરફોર્મન્સનાં આધાર પર ખુબ જ ટુંકા ગાળામાં તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે તે રાજકોટ માટે ગૌરવની વાત છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

શ્રીપાનીએ ઉર્મેયુ હતુ કે ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે ટ્રાફિક જંકશનમાં ANPR / RLVD કેમેરો ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે ટ્રાફિક નિયમ ઉલ્લંદ્યનને આપમેળે શોધે છે અને તેના આધારે ઇ-ચલણ ઇસ્યુ કરવામાં  છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વયંસંચાલિત છે અને આરટીઓ ડેટાબેઝ સાથે જોડાયેલ છે. તે આપમેળે વાહનોની નંબર પ્લેટના આધારે આરટીઓ ડેટાબેઝમાંથી માલિકોની વિગતો મેળવે છે. આ પ્રણાલીને લીધે લોકો હવે ટ્રાફિક નિયમોના પાલન માટે વધુ જાગૃત અને સજાગ બની રહયા છે. તે ઓએ જણાવેલ કે આ પ્રોજેકટ શરૂ થયા પછી અત્યાર સુધીમાં અંટકોકે તા. ૨૮-૦૫-૨૦૧૯ સુધીમાં ઇસ્યુ થયેલ કુલ ઈ-ચલણ  ૨,૬૧,૨૭૭ છે અને દંડની રકમ રૂ. ૪,૪૭,૯૫,૧૦૦/- છે.

સીસીટીવી નેટવર્ક

સીસીટીવી નેટવર્ક માત્ર સર્વેલન્સ હેતુ માટે જ નથી પરંતુ શહેરના ગવર્નન્સ માટે અને વિડિઓ એનલિટિકસ પણ સામેલ કરવામાં આવ્યા છે. તે રોજબરોજની પ્રવૃત્ત્િ।ઓમાં મ્યુનિસિપલ વહીવટ માટે ખૂબ જ મદદરૂપ બનતું રહ્યું છે. ગેરકાયદેસર હોકિંગ અને રસ્તા અને જાહેર ક્ષેત્ર પર અતિક્રમણ માટે વિડિઓ એનાલિટિકસના જીઆઈઓ ફેન્સીંગ સુવિધાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સીસીટીવી વિડીયો એનલિટિકસનો ઉપયોગ શહેરને સ્વચ્છ બનાવવા માટે થાય છે. સતત જાહેર સ્થળોની દેખરેખ દ્વારા આ પ્રોજેકટનો ઉપયોગ રોડ પર અતિક્રમણની દેખરેખ, જાહેર ક્ષેત્રમાં પશુ ઉપદ્રવ, શહેરની સ્વચ્છતા વગેરે માટે પણ થઈ રહયો  છે.

આઇઓટી (પર્યાવરણ સેન્સર)

વર્તમાનમાં દરેક શહેરમાં ભારે પ્રદુષણ, ઉદ્યોગો, વાહન અને અન્ય વસ્તુઓને કારણે આબોહવા અને વૈશ્વિક વાતાવરણમાં ફેરફારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. શહેરના શહેરના જુદા જુદા સ્થળોએ આ ૨૦ પર્યાવરણ સેન્સરને સ્થાપિત કરવા માટે આરએમસીની જવાબદારી હતી. આ સેન્સરની મદદથી વાતાવરણમાં રહેલ O2, CO2, NO2, NOX, PM10, PM2.5, ભેજ, વરસાદ, તાપમાન, હવા ગુણવત્ત્।ા વગેરેનાં ડેટા મેળવી તેના વિશ્લેષણ માટે આ ડેટા તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ૧૦ સેકન્ડ અંતરાલમાં, ડેટા બધા સ્થાન માટે સંગ્રહિત કરવામાં આવે છે.

આ ઉપરાંત એલઇડી બોર્ડ હાલના પાણી SCADA સાથે આઈસીસીસી એકીકરણ  હાલના ડ્રેનેજ SCADA સાથે આઈસીસીસીનો એકીકરણ સિટી બસ સેવાઓ સાથે આઈસીસીસીનો એકીકરણ સ્ટ્રીટ લાઇટિંગ્સ સાથે આઈસીસીસીનો એકીકરણ આ તળાળ સુવિધાઓ આ પ્રોજેક કરવાં છે.

આઈસીસીસીમાં સર્વેલન્સ, આઇઓટી, સિટી વાઇફાઇ નેટવર્ક, પાણી અને ડ્રેનેજ SCADA વગેરે જેવી બધી પ્રવૃત્ત્િ।ઓ ચોવીસે કલાક ૨૪ X ૭ ધોરણે નિરીક્ષણ કરવામાં આવે છે. રાજકોટ શહેર આ હેઠળ યુએલબી અને વસ્તી વિષયક રીતે ૧૦૦ % વસતી આવરી લેવામાં આવેલ છે. તેમ અંતમાં શ્રી પાનીએ જણાવ્યુ હતું.(૨૨.૧૫)

(3:53 pm IST)
  • અંબાજીમાં અકસ્માતમાં ૭ના મોત જીપની બ્રેક ફેઇલ થતા અકસ્માત જીપ પલટાતા અકસ્માત ૨૫ પ્રવાસીઓ સવાર હતા ત્રિશુળીયા ઘાટ નજીક અકસ્માત અંબાજી નજીક ગરખ્વાર અકસ્માત access_time 6:43 pm IST

  • કર્ણાટક કેબીનેટનું ૧૨ જુન બુધવારે વિસ્તરણ થશે : આગામી ૧૨ જુનના રોજ કર્ણાટકની જેડીએસ કોંગ્રેસ સરકારનું વિસ્તરણ થશે. ૧૨ જુને સવારે ૧૧ાા વાગે મુખ્યમંત્રી કુમારસ્વામી ગવર્નરને મળશે. ધારાસભ્યોમાં પ્રવર્તમાન અસંતોષ ડામવા આ પગલુ ભરાઇ રહયાનું મનાય છે. access_time 3:37 pm IST

  • અરબી સમુદ્રમાં લો પ્રેસર હવાનું હળવુ દબાણ સર્જાયુ જે વાવાઝોડામાં પરિવર્તિત થવા સંભવ, સૌરાષ્ટ્ર કચ્છ સુધી અસર થવા સંભાવના : હવામાન શાસ્ત્રીઓ નજર રાખે છે access_time 6:06 pm IST