Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

પાની V/S ભાદુ અને અમદાવાદ મેયર V/S સુરત મેયરનો ફાઇનલ મેચ

ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે રાત્રે : સાંજે ૪ કલાકે રાજકોટ કમિશ્નર અને વડોદરા કમિશ્નર ઇલેવન ખીતાબ જીતવા મરણીયા બનશેઃ ગઇકાલે બીજા સેમી ફાઇનલ મેચમાં સુરત મેયર સામે જામનગર મેયરનો પરાજયઃ સાંજે ૭ વાગ્યે મેયર ઇલેવનનો રોમાંચક મેચ

રાજકોટ,તા.૮: મહાનગરપાલિકા દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ગઇકાલે રેસકોર્ષ સંકુલ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સેમી ફાઈનલમાં  સુરત કમિશનર ઇલેવન અને વડોદરા કમિશનર ઇલેવન વચ્ચે રમાયેલ મેચમાંં વડોદરા ઇલેવનનો વિજય થયો હતો. તેમજ સાંજે ૭:૦૦ કલાકે જામનગર મેયર ઇલેવન અને સુરત મેયર ઇલેવન વચ્ચે મેચમાં સુરતનો વિજય થયો હતો. આજે ૪:૦૦ કલાકે રાજકોટ કમિશનર ઇલેવન સામે વડોદરા કમિશનર ઇલેવન ે વચ્ચે અને સાંજે ૭:૦૦ કલાકે અમદાવાદ મેયર ઇલેવન સામે સુરત મેયર ઇલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાશે.

સુરત કમિશ્નર ઇલેવનનો પરાજય

સુરત કમિશનર ઇલેવન અને વડોદરા કમિશનર ઇલેવન વચ્ચે રમાયેલ સેમી ફાઈનલ મેચમાં વડોદરા કમિશનર ઇલેવન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમણે ૨૦ ઓવરમાં ૦૬ વિકેટે ૧૧૮ રન કર્યા હતાતેની સામે સુરત કમિશનર ઇલેવન ૧૯.૩ ઓવરમાં ૧૦ વિકેટે ૯૮ રન શકયા હતા. પરિણામે વડોદરા કમિશનર ઇલેવન ૨૦ રનથી શાનદાર વિજય મેળવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અને વડોદરા કમિશનર ઇલેવન ટીમમાંથી શૈલેશ મોહિતે મેન ઓફ ધ મેચ બન્યા હતા, જેમણે ૪ ઓવરમાં ૩ વિકેટ લઇ માત્ર ૩ રન આપ્યા હતા.

 મેચ પૂર્વે માધ્યમિક શિક્ષણ કમીટીના ચેરમેન અંજનાબેન મોરજરીયાના  હસ્તે ટોસ ઉછાળવામાં આવ્યો હતોઅને આ તકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણીપૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મીરાણી ઉપસ્થિત રહયા હતાં.

મેયર ઇલેવન

સુરત મેયર ઇલેવન અને જામનગર મેયર ઇલેવન વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં જામનગર મેયર ઇલેવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૬ રન કર્યા હતાતેની સામે સુરત મેયર ઇલેવને ૧૯.૨ ઓવરમાં ૦૫ વિકેટે ૧૩૮ રન કરી ૫ વિકેટેથી શાનદાર વિજય મેળવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અને સુરત મેયર ઇલેવન ટીમમાંથી પ્રવીણ પટેલ મેન ઓફ ધ મેચ બન્યા હતા.

મેચની શરૂઆતમાં રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, જામનગર મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રીશ્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાજપા યુવા મોરચો શ્રી નેહલભાઈ શુકલ, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીશ્રી પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા મેદાન પર ટોસ ઉછાળવામાં આવ્યો હતો.

 આ પ્રસંગે રાજકોટ મેયર બીનાબેન આચાર્યજામનગર મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપા પ્રમુખ કમલેશભાઈ મીરાણી,  રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ,  જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ,  નેહલભાઈ શુકલ,  દલસુખભાઈ જાગાણી,અજયભાઈ પરમાર,  વિક્રમભાઈ પુજારા, કેતનભાઈ પટેલ, પરેશભાઈ પીપળીયા,પુષ્કરભાઇ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકુર,  જયમીનભાઇ ઠાકર, મુકેશભાઈ રાદડિયા, બિન અનામત આયોગ સમિતિના ચેરમેન હંસરાજભાઈ ગજેરા, પૂર્વ ડે. મેયર દર્શીતાબેન શાહ, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલા, બાબુભાઈ મકવાણા, મીનાબેન પારેખ,  અનીતાબેન ગૌસ્વામી, અશ્વિનભાઈ ભોરણીયા, અંજનાબેન મોરજરીયા અને ડો. મોરજરીયા , અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી,  ધર્મેન્દ્રભાઈ મીરાણી,    અજયભાઈ પટેલ,   રમેશભાઈ ટીલાળા, સુજીતભાઈ ઉદાણી,  હસુભાઈ ભગદેવ,  ઉપસ્થિત રહ્યા હતા.

આ મેચ નિહાળવા શહેરીજનોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. રમતવીરોનો જુસ્સો વધારવા શહેરીજનો બહોળી સંખ્યામાં મેચ નિહાળવા આવ્યા હતા.

સુરત મેયર ઇલેવને સેમીફાઇનલની જીત આગ દુર્ઘટનાનાં દિવંગતોને સમર્પીત કરી

આજે ફાઇનલ જીતશે તો તે પણ સમર્પીત કરાશે

રાજકોટ : અહીં ખાતે યોજાયેલ ઓલ ગુજરાત મ્યુ. કોર્પોરેશન ટી-ર૦ ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સેમી ફાઇનલ મેચ ગઇકાલે સુરત અને જામનગરની મેયર ઇલેવન વચ્ચે યોજાયેલ જેમાં સુરત મેયર ઇલેવન વિજેતા થતાં આ જીત સરથાણા આગ દુર્ઘટનાનાં દિવંગત વિદ્યાર્થીઓને સમર્પીત કરી હોવાની અને આજે ફાઇનલ મેચ જીતે તો તે પણ સમર્પીત કરવાની જાહેરાત કેપ્ટન પ્રવિણ પટેલે કરી હતી.

(3:51 pm IST)