Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કાલે શ્રીનાથજીની ઝાંખી-રકતદાન કેમ્પ

વૃદ્ધાશ્રમના વડીલોને ભાવતા ભોજનીયા કરાવાશેઃ લોહાણા સમાજની યુવા ટીમનું આયોજન

રાજકોટ તા. ૮ : લોક કાર્ય સાથે પરમાર્થે તા.૯ને રવિવારે રાત્રે ૮ વાગ્યાથી નાથજીબાવાની ઝાખીનો દર્શનનો અનેરો લ્હાવો માણવા મળશે  રાજુભાઇ ભટ્ટ, નીરૂબેન દવે અને સાથી કલાકારો (જુનાગઢવાળા) દ્વારા શ્રીનાથજીબાવાની આઠે સમાં કેરી ઝાખીનો કાર્યક્રમ રજુ કરશે.

આ સાથે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં લગભગ ૧૦૦ બોટલ રકમ એકત્રીત થશે. આ ઉપરાંત (આર.ડી.એન.પી.) રાજકોટ ડીસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચ.આઇ.વી/એડસના ૧પ૦ બાળકોને અને ૧૦૦ વયના એમ રપ૦ લોકોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. તો કાલાવડ રોડ પર આવેલી અંધ અપંગ માનવ કલ્યાણ ટ્રસ્ટ (વૃધ્ધાશ્રમ) ના પ૦ જેટલા અંધ અપંગ માવતરને તેમની સંસ્થાએ ટીફીન દ્વારા ભાવતા ભોજન પહોંચાડવામાં આવશે.

સદ્દભાવના વૃદ્ધાશ્રમના ૪૦ થી પ૦ માવતરને તેમની સંસ્થાએથી લઇ જઇ ભાવતા ભોજન કરાવી શ્રીનાથજીબાવાની ઝાખીના દર્શન કરાવી નાસ્તો કરાવીને પરત મુકી અપાશે.

આ પ્રસંગે પોરબંદરવાળા વિશાલબાવાશ્રી અને પ.પૂ.૧૦૮ વસંત કુમાર ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં જલારામ સબમર્શીબલ  પંપ વાળા શ્રી રષેસભાઇ કારીયા તેમજ ધર્મેશભાઇ વસંત (રઘુવંશી પરિવાર) પરાગભાઇ કારીયા, બિમલભઇ કોટેચા, જીજ્ઞેશભાઇ રાયચુરા, હેમેન્દ્રભાઇ ઠકરાર, વિનુભાઇ જીમુડીયા અને રઘુવંશી ટીમ જહમેત ઉઠાવી રહયા છ.ે

કાર્યક્રમનું સ્થળઃ શ્રીનાથજીની ઝાંખી ખોડીયાર પાર્ટી પ્લોટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, અંબિકા ટાઉનશીપ રોડ, મોટામવા કાલાવડ રોડ, રાજકોટ વધુ વિગતો માટે સર્વશ્રી ચિરાગભાઇ ધનેશા મો.૯૯૭૮ર પ૧૮૭૩, દિપેન ધનેશા મો.૭૭૭૭૯ ૭ર૯૬૯, નિવર રાડીયા મો.૯૪ર૮૬ ૦૪ર૩૯ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા

(3:50 pm IST)