Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ગરમીમાં આંશિક રાહત થશે, પણ બફારો વધશે : ચોમાસામાં પ્રગતિ

લો પ્રેશરવાળી સિસ્ટમ્સ ઉત્તર તરફ ગતિ કરે તો દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એકટીવિટી : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૮ : હાલમાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોના હૈયે થોડીક ટાઢક મળે તેવા સમાચાર છે. ગરમીમાં બહુ નહિં પણ થોડી રાહત મળશે પણ બફારો વધશે. એક સિસ્ટમ્સ બની રહી છે. જો આ સિસ્ટમ્સ ઉત્તર તરફ ચાલશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એકિટવીટી શરૂ થઈ જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે, ગત આગાહીમાં જણાવેલ કે તા.૬ થી ૮ જૂન દરમિયાન મહત્તમ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી રહેશે. જે મુજબ ગઈકાલે ગરમીની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો જોવા મળેલ. ૪૪ ડિગ્રીથી ઉપરના રાજયના ૭ સેન્ટરો હતા. જેમ કે, સુરેન્દ્રનગર - ૪૫.૩, ડીસા - ૪૫.૧, ગાંધીનગર - ૪૪.૮, રાજકોટ- ભુજ અને કંડલા એરપોર્ટમાં ૪૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયેલ.

આજે સત્તાવાર રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં બેસી ગયુ છે. ચોમાસુરેખા હાલમાં દક્ષિણ અરબી સમુદ્રમાં ૧૧ ડિગ્રી નોર્થમાંથી પસાર થાય છે. કેરળના કાંઠે અમીનીડીવી ત્યાંથી કોચી, મદુરાઈ, બંગાળની ખાડીમાં ૨૦ ડિગ્રી નોર્થ અને ૯૪ ડિગ્રી ઈસ્ટ સુધી લંબાય છે.

આ સિવાય દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાયેલ છે. જે મુખ્યત્વે ૩.૧ કિ.મી.ના લેવલે છે. આ અપરએર સાયકલોનીક સરકયુલેશન કેરળના કિનારાથી પશ્ચિમે છે. ઈન્ટરનેશનલ એજન્સી જેટીડબલ્યુસીના જણાવ્યા મુજબ આ વિસ્તારને ૯૩-એ તરીકે મોનીટર કરે છે. લો પ્રેશરની પૂરી સંભાવના છે. ૨૪ કલાકમાં લો પ્રેશર બનશે ત્યારબાદ આ સિસ્ટમ્સ મજબૂત પણ બનશે અને મુખ્યત્વે શરૂઆતમાં ઉત્તર તરફ ગતિ કરશે. મહારાષ્ટ્રથી પશ્ચિમ બાજુ કોંકણના કિનારાથી પશ્ચિમ તરફ તા.૧૨ જૂન આસપાસ આ સિસ્ટમ્સ પહોંચશે. હાલમાં હજુ લો પ્રેસર પણ ન થયુ હોય તેના ટ્રેક બાબતે બે દિવસ બાદ અપડેટ થઈ શકે. હાલમાં આ સિસ્ટમ્સ ઉત્તર તરફ ગતિ કરે છે એટલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એકિટવીટી શરૂ થશે.

અશોકભાઈએ જણાવેલ કે, હાલના પ્રવર્તતા તાપમાન કરતાં ગરમીમાં આંશિક રાહત મળશે. જો કે તેની સામે ભેજનું પ્રમાણ વધી જશે. જેથી અસહ્ય બફારાનો અનુભવ થશે. સિસ્ટમ્સ બની રહી હોય જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

(3:49 pm IST)
  • આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરનારાઓ માટે આવતા મહિનાથી એએસએફ (એરપોર્ટ સિકયોરીટી ફી)માં ૩.૨૫ ડોલરમાંથી ૪.૮૫ ડોલરનો વધારો કરવામાં આવશે access_time 5:45 pm IST

  • બ્રેઈન ટ્યુમર માટે નવી સારવાર પદ્ધતિ જાહેર થઈ અમેરિકા અને ભારતમાં બ્રેઈન ટ્યુમરની સારવાર માટે બેંગાલુરૂ સ્થિત 'એસબીએફ હેલ્થ કેર એન્ડ રીસર્ચ સેન્ટર' આજે ખાસ - નોન ઈન્વેઝીવ સીકવેન્સીયલ મેગ્નેટીક ફિલ્ડ થેરપીની જાહેરાત કરી છે access_time 5:43 pm IST

  • કોર્ટ પટાંગણમાંથી મેભલો રફુચક્કર રાજકોટ કોર્ટના પટાંગણમાંથી ઈભલાનો ભાઈ મેભલો ફરાર થઈ જતાં પોલીસની દોડધામ access_time 5:45 pm IST