Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

'મહારાણી હજુ સુતી છે કંઇ કામ કરતી નથી'રાજકોટની રસ્મીતા પટેલને ખેરડીમાં ત્રાસ

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણિતાએ અગાઉ આત્મહત્યાનો પ્રયાસ કર્યો'તોઃ પતિ સંદીપ, સાસુ વિજયાબેન, સસરા ધુસાભાઇ, નણંદ ભાવના, અને રેખા સામે ગુનો

રાજકોટ તા.૮ : ખેરડી ગામમાં સાસરીયુ ધરાવતી રાજકોટની પટેલ પરિણિતાને ઘરકામ બાબતે મેણાટોણા મારી પતિ, સાસુ, સસરાએ અને બે નણંદ શારીરિક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે તીરૂપતી સોસાયટી શેરી નં.૩માં માવતરે રહેતી રસ્મીતા સંદીપભાઇ સખીયા (ઉ.રપ) એ મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ખેરડી ગામમાં રહેતો પતિ સંદીપ સખીયા સાસુ વિજયાબેન, સસરા ધુસાભાઇ સખીયા, તથા રાજકોટ રહેતી નણંદ ભાવના નિલેષભાઇ વેકરીયા અનેરેખા વિજયભાઇ સોજીત્રા નામ આપ્યા છે રસ્મીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના સાત વર્ષ પહેલા ખેરડીના સંદીપ ધુસાભાઇ સખીયા સાથે લગ્ન થયા હતા લગ્ન જીવન દરમ્યાન પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે છેલ્લા એક વર્ષથી પોતે રાજકોટ માવતરે રીસામણે આવેલ છે. લગ્ન બાદ પોતે સાસુ, સસરા સાથે ખેરડીમાં સંયુકત પરિવાર સાથે રહેતી હતી અને બે મહિના ખેરડી રહ્યા બાદ છ-સાત મહિનાથી પોતે પતિ સાથે રાજકોટ રહેતી હતી ત્યારબાદ ખેરડી રહેવા જતા રહયા હતા લગ્ન બાદ પતિ તથા સાસરીયાઓએ એક માસ સારી રીતે રાખેલ અને બાદ સાસુ, સસરા અને પતિ ઘરની નાની-નાની બાબતમાં ત્રાસ આપતા હતા. પતિ-પત્ની રાજકોટ રહેવા આવેલ ત્યારે નણંદ રેખા સોજીત્રાના મકાનમાં રહેતા હતા.ત્યારે કયાંય પણ બહાર જઇએ તો પણ આ નણંદ, મારા સાસુ, સસરાને ફોન કરી 'તમારી મહારાણી હજી સુતી છે કાંઇ કામ કરતી નથી અને મને પણ કાંઇ કામ કરાવતી નથી' તે મ કહી મેણા-ટોણા મારતા આ વાત પતિને કહેતા 'આ બધુ સહન કરવુ પડશે' તેમ કહી ઝઘડો કરતા હતા બાદ બન્ને ખેરડી રહેવા જતા રહ્યા હતા. ત્યાં પણ સાસુ મને અવાર-નવાર કહેતા કે 'કામ કરવાની ત્રેવડ ન હોય, તો અલગ રહેવાનો જવાઇ' કહી મેણાટોણા મારી મારકુટ કરતા હતા અને પતિ માવતરને ઘરે આવવા પણ દેતો નહી આથી કંટાળી પોતે અગાઉ ઘઉંમાં નાખવાની દવા પી લીધી હતી. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યારે નણંદ ભાવનાએ પોતાને અહીથી સીધી ખેરડી ભેગી થઇ જાજે નહીતર તારા ભાઇને જાનથી મારી નાખશું કહી ધમકી આપી હતી. પોતાને સારૂ થતા ખેરડી જતી રહી હતી. બાદ 'મારે મારા મમ્મીના ઘરે આટો મારવા જવુ છે' કહી માવતરે આવી ગઇ હતી બાદ આ મામલે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી બાદ ગઇકાલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ ગીતાબેન પંડયાએ તપાસ આદરી છે.

(3:43 pm IST)