Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

રેલરાજ ક્રેડીટ સોસાયટીની સામાન્ય સભા

રાજકોટઃ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ શ્રી રેલરાજ ક્રેડિટ કો.ઓ.સોસાયટીની ૧૧મી વાર્ષિક સામાન્ય સભા સંપન્ન થઈ. ચેરમેન વનરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે મળેલી વાર્ષિકસભામાં તમામ ડિરેકટરો તથા ૪૦૦થી વધુ સભાસદો હાજર રહ્યા હતા. ચેરમેનશ્રી વનરાજસિંહે સંસ્થાની યોજનાની વિસ્તારથી માહિતી આપી હતી.

વાઈસ ચેરમેનશ્રી નટવરસિંહ ચૌહાણે સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓ વિષે તેમજ ''કીડની સંભાળ અને સારવાર'' વિષે સ્લાઈડ શો દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી.

આયોજનને સફળ બનાવવા સર્વશ્રી મેનેજિંગ ડિરેકટર ઘનશ્યામભાઈ સંચાણિયા, નીતુભા વાઘેલા, બાલદેવસિંહ ચુડાસમા, મહેશભાઈ, મહેશભાઈ ત્રિવેદી, આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્ટાફના સભ્યો સર્વશ્રી ભૂપતભાઈ સરવૈયા, રાજેન્દ્રસિંહ જાડેજા, મોનાબેન  રાઠોડ, અમિતભાઈ  બારૈયા, કિશોરસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી. શિવણ કલાસના નિતાબેન સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું

(3:42 pm IST)
  • બ્રેઈન ટ્યુમર માટે નવી સારવાર પદ્ધતિ જાહેર થઈ અમેરિકા અને ભારતમાં બ્રેઈન ટ્યુમરની સારવાર માટે બેંગાલુરૂ સ્થિત 'એસબીએફ હેલ્થ કેર એન્ડ રીસર્ચ સેન્ટર' આજે ખાસ - નોન ઈન્વેઝીવ સીકવેન્સીયલ મેગ્નેટીક ફિલ્ડ થેરપીની જાહેરાત કરી છે access_time 5:43 pm IST

  • રાહુલ ફરી આકરા મૂડમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષપદ છોડવા મક્કમ બનેલ રાહુલ ગાંધીએ ફરી આગ ઝરતુ નિવેદન કર્યુ છે : તેમણે કહ્યું કે, મોદીની પ્રચાર ઝુંબેશમાં જુઠ્ઠાણા, ઝેર, ધીક્કાર અને દેશના લોકોમાં ભાગલા પડાવવાનું ભરપૂર માત્રામાં સામેલ રહેલ છે access_time 5:47 pm IST

  • જાણીતા પંજાબી ગાયક શ્રી દલેર મહેંદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી access_time 11:07 pm IST