Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા હસાયરો - મ્યુઝીકલ પાર્ટી

વેકેશનમાં બાળદોસ્તો મનોરંજન માણે તે હેતુથી સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા હસાયરો અને મ્યુઝીકલ પાર્ટીનું આયોજન કરાયુ હતુ. નિલેશ વસાવડા પ્રસ્તુત મન્સુર ત્રિવેદી ઓરકેસ્ટ્રાના સંગાથે યોજાયેલ મ્યુઝિકલ પાર્ટીમાં નિલેશ વસાવડા, સૈફુદીન ત્રિવેદી, તુષાર ગોસાઇ, કાજલ કથરેચાએ બાળકોની પસંદગીના ગીતો રજુ કરી સૌને મજા કરાવી દીધી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, પ્રતિમાબેન મહેતા, અલ્કાબેન ધામેલીયા, સુધાબેન દોશી, જયોતિબેન પીઠડીયા, મીનાક્ષીબેન લીંબાસીયા, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, જાગૃતિ આસોડીયા, ઉર્વશીબેન ટાંક, રાધિકાબેન મકવાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:41 pm IST)
  • વ્હાઈટ હાઉસની સ્પષ્ટ જાહેરાત : ભારત - પાક. વચ્ચે શાંતિ જાળવવાનું પાકિસ્તાન ઉપર નિર્ભર કરે છે access_time 5:44 pm IST

  • અમદાવાદમાં બે દિવસ માટે રેડ લેવલનો હિટવેવ જાહેર ગુજરાતમાં ચોમાસુ કયારે બેસી જશે તેની જાહેરાત પૂર્વે હવામાનતંત્ર ચોમાસાની હિલચાલ મોનીટર કરી રહેલ છે access_time 5:47 pm IST

  • ભાવનગરમાં જેસરના પારડી ગામે બુટલેગરો બન્યા બેફામઃ દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલોઃ પોલીસે ૨ રાઉન્ડ ફાયરીંગ કર્યું access_time 3:36 pm IST