Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

આટકોટની બ્રાહ્મણ પરિણીતાના આપઘાત કેસમાં પતિ-સાસરીયા સામે ગુન્હો નોંધાયો

તું વાંઝણી છો... તેમ કહી ત્રાસ અપાતા નિલમ પંચોલીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો'તો

રાજકોટ, તા., ૮: જસદણના આટકોટમાં  બ્રાહ્મણ પરણીતાના આપઘાત પ્રકરણમાં પતિ અને સાસરીયા સામે આપઘાત માટે મજબુર કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આટકોટમાં બે માસ પુર્વે નિલમબેન પંચોલી નામની બ્રાહ્મણ પરણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક પરણીતાના ભાઇ તુષારકુમાર હસમુખભાઇ ભટ્ટએ તેની બહેનના પતિ ગૌતમકુમાર ત્રંબકલાલ પંચોલી,  સાસુ ગીતાબેન ત્રંબકલાલ પંચોલી, દિયર હિરેન પંચોલી તથા દેરાણી દિપ્તીબેન સામે આટકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની બહેનને તેના પતિ તથા સાસરીયા તું વાંઝણી છો... તેવા મેણા-ટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરી હતી.

આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ કે.પી.મહેતા ચલાવી રહયા છે.

મોટા દડવામાં ચોરી

આટકોટના મોટા દડવા ગામે રહેતા પરસોતમભાઇ રાવલના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી કબાટની તીજોરીમાંથી ૧૪ હજાર રોકડની ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

(11:50 am IST)
  • એમપીના ચીફ જસ્ટિસ તરીકે રવિશંકર જહાની નિમણૂક:મધ્યપ્રદેશના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કેન્દ્ર સરકારે જસ્ટિસ રવિશંકર જહાની વરણી કરી છે. access_time 12:42 am IST

  • પીએમ મોદીને માલદીવનું સર્વોચ્ચ સન્માન મળશે : વડાપ્રધાન આજથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસેઃ માલદીવે જાહેર કર્યું છે કે અમે વડાપ્રધાન મોદીનું માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન-ઇજુદીનથી અભિવાદન કરશું: પીએમ રવિવારેશ્રીલંકા જવાના છે. access_time 3:37 pm IST

  • ખીચોખીચ મુસાફરો ભરતા પહેલા વિચારજોઃ આરટીઓ હાલતૂર્ત તુટી પડવાના મુડમાં! : રાજયના તમામ આરટીઓ અધિકારીઓને સુચના આપવામાં આવીઃ ઓવરલોડ પેસેન્જર બેસાડનાર ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચનઃ માલ-સામાની હેરાફેરી કરતા વાહનોમાં પેસેન્જર બેસાડનાર વિરૂધ્ધ કાર્યવાહી થશેઃ પરિવહન મંત્રીએ આદિવાસી વિસ્તારમાં વધુ બસ ફાળવવાનું સુચવ્યું access_time 3:38 pm IST