Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

આવતા અઠવાડિયે ૧૫૦ નાયબ મામલતદારોને પ્રમોશનઃ રેવન્યુ કર્મચારી મહામંડળ મહેસુલ મંત્રીને મળ્યું

જૂનની ૨૨-૨૩ આસપાસ એકી સાથે ૧૫૦૦ કલાર્ક-તલાટીને બઢતી આપશે સરકાર

રાજકોટ, તા. ૭ :. ગુજરાત રેવન્યુ કર્મચારી મહામંડળે ગઈકાલે મહેસુલ મંત્રીને મળી નાયબ મામલતદારો અને રેવન્યુ કલાર્ક-તલાટીના પ્રમોશન આપવા અંગે ગાંધીનગર ખાતે વિસ્તૃત રજૂઆતો કરી હતી.

રજૂઆતમાં હોદેદારોએ મહેસુલ મંત્રીને સાફ સાફ જણાવ્યું હતુ કે સરકારની અણઘડ નીતિને કારણે નાયબ મામલતદારો, કલાર્ક, તલાટીના પ્રમોશન અટકયા છે.

આ પછી મહેસુલ મંત્રીએ ગણત્રીના દિવસોમાં યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. રાજકોટ કલેકટર કચેરીના મહેસુલ મંડળના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે આગામી અઠવાડિયે ૧૫૦ જેટલા નાયબ મામલતદારોના પ્રમોશન આવી રહ્યા છે અને ૨૨ - ૨૩ જૂન આસપાસ ૧૫૦૦ જેટલા કલાર્ક, તલાટીઓનું પણ પ્રમોશન અપાશે. જેમાં રાજકોટ કલેકટર તંત્રના ૬૫ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

(3:44 pm IST)
  • નવજોત નારાજ : પ્રિયંકા - અહેમદ પટેલને મળશે પંજાબ કેબીનેટમાં મુખ્યમંત્રી અમરીન્દરસિંઘે જે સ્થાન આપ્યુ તેનાથી નારાજ નવજોતસિંઘ સિદ્ધુ તુરતમાં કોંગી દિગ્ગજ અહેમદભાઈ પટેલ અને પ્રિયંકા ગાંધીને મળશે તેમ જાણવા મળે છે access_time 5:46 pm IST

  • આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ હોવાનો ધડાકો : ૬ સભ્યો વિડીયોગ્રાફી કરતાં ઝડપાયા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ વિભાગમાં આવેલ લશ્કરી અને મહત્વના સ્થળો હોવાનો મોટો ધડાકો થયો છે : પોલીસ દ્વારા નેસ્ત નાબુદ કરવામાં આવેલ ૬ સભ્યોના જાસૂસી મોડ્યુલની પૂછપરછ દરમિયાન આ વાત બહાર આવી છે : તાજેતરમાં પકડાયેલા ૪ પાકિસ્તાની જાસૂસોની પૂછપરછ ચાલુ છે : જમ્મુ બહાર આવેલ રતનુચક વિસ્તાર આસપાસના લશ્કરી મથકની વિડીયોગ્રાફી કરતાં પકડાઈ ગયેલ મુસ્તાક અહેમદ મલિક અને નદીમ અખ્તરની પૂછપરછના આધારે એજન્સીઓએ સદ્દામ હુસૈન, સફદર અલી, મોહમ્મદ સલીમ અને અબ્દુલ કરીમને ઝડપી લીધા છે : આ લોકો ઉધમપુર અને રોડા પંથકમાં હિઝબુલ મુઝાહીદ્દીનનું નેટવર્ક ઉભુ કરી રહ્યા હતા access_time 5:48 pm IST

  • હવાઇ મુસાફરી મોંધી બનીઃ ૧૫૦નો નવો ચાંદલો : કેન્દ્ર સરકારે એવીએશન સીકયુરીટી ફ્રી(એએસએફ)નામથી નવો બોજો લાદવાને મંજૂરી, આપતા હવાઇ ઉડ્ડયન ફરી મોંઘુ બન્યું છે મુસાફરીએ હવે પેસેન્જર સર્વીસ ફ્રી (પીએસએફ)ને બદલે એવીએશન સીકયુરીટી ફ્રી(એએસએફ)નામનો નવો પ્રતિ ટિકીટ ૧૫૦ રૂ.નો ચાંદલો આપવો પડશે access_time 1:30 pm IST