Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રની રાષ્ટ્રીય કોન્ફરન્સ રવિવારે રાજકોટમાં

આરોગ્ય કમિશ્નર ડો. જયંતિ રવિના હસ્તે ઉદ્દઘાટન : પૂ. રમેશભાઇ ઓઝા આશીર્વચનો વરસાવશે : દેશભરમાંથી ૩૫૦ થી વધુ લાયબ્રેરી સાયન્સના તજજ્ઞો ઉપસ્થિત રહી રીસર્ચ પેપરો રજુ કરશે : 'ઇમરજીંગ ટ્રેન્ડસ એન્ડ ટેકનોલોજીસ ઇન લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ' થીમ પર થશે છણાવટ

રાજકોટ તા. ૭ : હેલ્થ સાયન્સ લાયબ્રેરી એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ રાજકોટના આંગણે આયોજીત થઇ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસો.ના આગેવાનોએ જણાવેલ કે 'ઇમરર્જીંગ ટ્રેન્ડસ એન્ડ ટેકનોલોજીસ ઇન લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ' થીમ પર તા.૯ ના રવિવારે રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજના આંગણે યોજાયેલ આ કોન્ફરન્સમાં દેશભરમાંથી આશરે ૩૫૦ જેટલા લાયબ્રેરી સાયન્સના તજજ્ઞો ઉપસ્થિત રહેશે.

કરંટ ટેકનોલોજી ઇન લાયબ્રેરી, ડીજીટલ રાઇટ મેનેજમેન્ટ, વર્ચ્યુઅલ રાઇટ મેનેજમેન્ટ, સોસીઅલ નેટવર્ક ટેકનોલોજી, વર્ચ્યુઅલ રેફરન્સ સર્વીસ, કલાઉડ કોમ્પ્યુટીંગ સર્વીસ, પ્લેગેરીઝમ એન્ડ રીસર્ચ ઇથીકસ, ઇન્ફોર્મેશન એન્ડ નેટવર્કૂ સિકયુરીટી, આઇપિઆર એન્ડ કોપીરાઇટ ઇશ્યુ જેવા વિષયો પર ૩ ટેકનીકલ સેશનમાં ૬૩ પેપર્સ તજજ્ઞો દ્વારા રજુ થશે.

જુદા જુદા રાજયોની એઇમ્સ, યુનિવર્સીટી, મેડીકલ કોલેજ, કેન્સર ઇન્સ્ટીટયુટ, કીડની ઇન્સ્ટીયુટ, પેરા મેડીકલ કોલેજના લાયબ્રેરીયન ઉપસ્થિત રહી ઉપયોગી માહીતી રજુ કરશે.

સમગ્ર કોન્ફરન્સને લઇને પી.ડી.યુ. મેડીકલ રાજકોટના લાયબ્રેરીયન અને ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. રાજેશ એચ. ત્રિવેદી, કોન્ફરન્સ ડાયરેકટર ડો. સંજીવ શર્મા, એચ. ડી. પરમાર, ડો. શામજી પરમાર, વર્ષાબને જોષી, સંજય લીમ્બાચીયા  અને ટીમ જહેમત ઉઠાવી રહી છે.

આરોગ્ય વિભાગના કમિશ્નર અને પ્રિન્સીપાલ સેક્રેટરી ડો. જયંત રવીના હસ્તે દીપપ્રાગટયથી ખુલ્લી મુકાનાર આ કોન્ફરન્સમાં જાણીતા ભાગવતાચાર્ય શ્રી રમેશભાઇ ઓઝા ઉપસ્થિત રહી આશીર્વચનો વરસાવશે. મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી અંજલીબેન રૂપાણી, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, નાયબ કુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, નેશનલ મેડીકલ લાયબ્રેરી ન્યુ દિલ્હીના ડાયરેકટર ડો. કે. પી. સિંઘ, મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ ઉપસ્થિત રહેશે.

આ કોન્ફરન્સનો સમાપન સમારોહ સાંજે ૪.૩૦ વાગ્યે રાખેલ છે. જેમાં એઇમ્સના લાયબ્રેરીયન દ્વારા રીપોર્ટીંગ કરાશે. અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય, મુખ્ય અતિથિ તરીકે ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, સૌરા. યુનિ. ના સીન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, સીવીલ સર્જન ડો. મેહુલભાઇ મહેતા, ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. રાજેશ ત્રિવેદી, દીલીપભાઇ ભટ્ટ, ઘનશ્યામસિંહ ગોહીલ, મહેન્દ્રભાઇ પટેલ, વર્ષાબેન જોષી નજરે પડે છે. (તસ્વીર : પ્રિન્સ બગથરીયા)

(3:26 pm IST)
  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • અરબી સમુદ્રમાં લો પ્રેસર હવાનું હળવુ દબાણ સર્જાયુ જે વાવાઝોડામાં પરિવર્તિત થવા સંભવ, સૌરાષ્ટ્ર કચ્છ સુધી અસર થવા સંભાવના : હવામાન શાસ્ત્રીઓ નજર રાખે છે access_time 6:06 pm IST

  • ખીચોખીચ મુસાફરો ભરતા પહેલા વિચારજોઃ આરટીઓ હાલતૂર્ત તુટી પડવાના મુડમાં! : રાજયના તમામ આરટીઓ અધિકારીઓને સુચના આપવામાં આવીઃ ઓવરલોડ પેસેન્જર બેસાડનાર ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચનઃ માલ-સામાની હેરાફેરી કરતા વાહનોમાં પેસેન્જર બેસાડનાર વિરૂધ્ધ કાર્યવાહી થશેઃ પરિવહન મંત્રીએ આદિવાસી વિસ્તારમાં વધુ બસ ફાળવવાનું સુચવ્યું access_time 3:38 pm IST