Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

દાંતનું ઇમ્‍પ્‍લાન્‍ટઃ હાસ્‍ય-સ્‍વાસ્‍થ્‍યનો સુગમ સંગમ

રાજકોટ, તા. પ : આજની આધુનિક દંતવિદ્યામાં પડેલા દાંતની જગ્‍યાએ ઇમ્‍પ્‍લાન્‍ટ નાખવા એ યોગ્‍ય સારવાર છે. જડબાનું હાડકુ જો યોગ્‍ય હોય તો ઇમ્‍પ્‍લાન્‍ટ એ લાંબા ગાળા માટે અસરકારક સારવાર છે. દાંત પડી જવાથી આજુબાજુના દાંત ખસી જવાથી જગ્‍યા થઇ જાય છે. આ ઉપરાંત આપણે સાંભળ્‍યું હશે અમુક સમય થાય એટલે દાંતના ચોકઠા ઢીલા પડી જાય છે જયારે ઇમ્‍પ્‍લાન્‍ટના આધારથી બનેલ ચોકઠુ તે જડબાનું હાડકુ નબળુ પડતું નથી.

દાંતના ઇમ્‍પ્‍લાન્‍ટ ખુબ જ નાના સ્‍ક્રુ છે જે ટાઇટેનીયમના બનેલા હોય છે. જે દાંતની જગ્‍યાએ દાંતનો મુળીયાનો ભાગ બને છે. આ ઇમ્‍પ્‍લાન્‍ટ નાખવાની પ્રક્રિયા દાંતમાં એનેસ્‍થેસીયા આપી કરવામાં આવે છે. ઇમ્‍પ્‍લાન્‍ટ નાખ્‍યા પછી અમુક સમય સુધી તેને રૂઝ આવવા દેવી પડે છે. ત્‍યાર બાદ તેની ઉપર લેબોરેટરીમાં બનેલો દંત આ સ્‍ક્રુ ઉપર ફીટ કરવામાં આવે છે. આ ઇમ્‍પ્‍લાન્‍ટ સામાન્‍ય રીતે એક દાંત કે તેથી વધુ દાંત ફીટ કરવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. આ ઇમ્‍પ્‍લાન્‍ટ બ્રીજ બનાવવા માટે પણ આધાર આપે છે. ઇમ્‍પ્‍લાન્‍ટ નાખેલા ચોકઠાથી હાડકુ મજબુત રહે  છે. તેમજ આવા ચોકઠા  દેખાવમાં બોલવામાં  ચાવવામાં ખુબ જ સરળ રહે છે. સાદા ચોકઠા પેઢા ઉપર રહે છે. તેના લીધે નીચેના હાડકા ઉપર દબાણ આવે છે. ધીમે ધીમે હાડકુ નબળુ પડે છે.

ઇમ્‍પ્‍લાન્‍ટ નાખ્‍યા બાદ પેઢાની તેમજ દાંતની યોગ્‍ય ચોખ્‍ખાઇ રાખવી જોઇએ. જો સંભાળ ન રાખવામાં આવે તો પેઢા દ્વારા બેકટેરીયા તેના ઇન્‍ફેકશન કરે છે. દાંત કચકચાવવાની આદત હોય તેમણે રાત્રે નાઇટ ગાર્ડ પહેરવું જોઇએ. જેનાથી ઇમ્‍પ્‍લાન્‍ટ ઉપર વધુ પડતુ દબાણ આવે નહી. તેમજ સારવારની સફળતા વધી જાય છે.

તેમ  છતા ઇમ્‍પ્‍લાન્‍ટ તમારા હાસ્‍ય માટેનું, આપણા સ્‍વાસ્‍થ્‍ય માટે ખુબ જ કારગત સારવાર છે. ડો.કૃપા ઠક્કર દ્વારા ખુબ જ ચોકસાઇ પુર્વક દાંતનું ઇમ્‍પ્‍લાન્‍ટ કરવામાં આવે છે. તેઓ બહોળો અનુભવ ધરાવે છે.

સરનામું: ડો. ઠક્કર ઇ એન ટી એન્‍ડ ડેન્‍ટલ હોસ્‍પીટલ, ર૦ર લાઇફ લાઇન બિલ્‍ડીંગ વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ. ૯૪ર૮૦ ૦૩૮૪૮-૦ર૮૧ ર૪૮૩૪૩૪.

ડો.કૃપા એચ.ઠક્કર

ઠક્કર હોસ્‍પીટલ

ર૦ર, લાઇફ લાઇન બીલ્‍ડીંગ, વિદ્યાનગર મેઇન રોડ,

 પટેલ બોર્ડીગ સામે રાજકોટ.

(7:50 pm IST)