Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

કાલાવડ રોડ સ્વીમીંગ પુલ 'લીકેજ' મામલે જવાબદારો સામે પગલા લેવાશે : મેયર

ડહોળા પાણીની સમસ્યા દુર કરવા ૬૦ લાખનો નવો ફિલ્ટર પ્લાન્ટ નાખવા કાર્યવાહી : ડો. જૈમન ઉપાધ્યાય

રાજકોટ, તા. ૮ : કાલાવડ રોડ પર મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્નાનાગારમાં ડહોળા પાણીની ફરિયાદ ઉઠી છે જે અનુસંધાને મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ એક યાદીમાં જણાવ્યું છે કે, કાલાવડ રોડ સ્વીમીંગ પુલમાં હયાત ફિલ્ટર પ્લાન્ટ ૧૪ વર્ષ જેટલો જુનો છે આ ઉપરાંત સ્વીમીંગપુલમાં લીકેજ નો પણ પ્રોબ્લમ છે, આ ઉપરાંત હાલમાં ઉનાળાની ઋતુ હોવાને કારણે ૨૨૦૦ થી વધુ તરણવીરો સ્વીમીંગપુલમાં આવે છે સંખ્યા ખુબ જ વધુ હોય તેમજ સ્વીમીંગપુલ લીકેજ હોવાના કારણે રોજ પુલમાં ૨ ઈંચ જેટલા પાણીનો ઘટાડો થતો હોય જેના કારણે નવું પાણી લેવું પડતું હોય છે.

મેયરશ્રીએ વધુમાં જણાવેલ કે, વર્ષો જુના ફિલ્ટર પ્લાન્ટના કારણે નવું પાણી લેતા ડહોળા પાણી આવવાનો પ્રશ્ન રહે છે. ડહોળા પાણીના કારણે તરણવીરોના આરોગ્યને નુકશાન થાય નહી તે માટે પાણીમાં સુપર કલોરીનેશન કરવાનું શરુ કરેલ છે.

વિશેષમાં મેયરે જણાવેલ કે, આ પ્રશ્નનો વહેલી તકે નિવારણ થાય તે માટે સબંધક વિભાગ દ્વારા નવા ફિલ્ટર પ્લાન્ટ નાખવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધેલ છે. નવા ફિલ્ટર પ્લાન્ટ માટે રૂ.૬૦ લાખ જેવો ખર્ચ થશે. જેમાં ફિલ્ટર પ્લાન્ટ નાખનાર એજન્સીએ પાંચ વર્ષ મેઇન્ટેનન્સ તથા ઓપરેશનની જવાબદારી સાથે આપવામાં આવશે. ફિલ્ટર પ્લાન્ટની કામગીરી શરૂ થાય તેની સાથો સાથ પુલમાં લીકેજનો પ્રશ્ન છે તે પણ બંધ કરવાની કામગીરી કરવામાં આવશે. જેથી કરીને જાજો સમય સ્વીમીંગ પુલ બંધ રાખવો ન પડે.

આ તમામ કાર્યવાહી વહેલી તકે થાય અને જાજો સમય પુલ બંધ ન રહે તે માટે મેયરશ્રીએ સંબંધક અધિકારીઓને સુચના આપેલ છે. અને આ પ્રકરણમાં બેદરકારી રાખનાર અધિકારી સામે પગલા પણ લેવાશે તેમ મેયરશ્રીએ અંતમાં જણાવ્યું હતું.

(4:20 pm IST)
  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST