Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

મંગળવારથી શ્યામાપ્રસાદ ગેલેરીમાં 'આર્ટ ટુ ગેધર ઇવેન્ટ'

રાજકોટના આંગણે ત્રણ દિવસીય કલા મેળાવડો : એકઝિબીશન, ડેમોસ્ટ્રેશન, વર્કશોપ સહીતની પ્રવૃત્તિઓ

રાજકોટ તા. ૮ : કલાકારોને મેળાવડા જવો માહોલ મળી રહે તે માટે રાજકોટમાં 'આર્ટ ટુ ગેધર ઇવેન્ટ' નું સૌપ્રથમ કહી શકાય તેવું આયોજન ઘડાયુ છે.

શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે તા. ૧૨ થી ૧૪ ત્રણ દિવસ દરમિયાન સ્કેચીંગ કલબ ઓફ રાજકોટ દ્વારા યોજાયેલ આ 'આર્ટ ટુ ગેધર આર્ટ ઇેવેન્ટમાં વિવિધ ચિત્રોનું એકઝીબીશન, ડેમોસ્ટ્રેશન, વર્કશોપ સહિતની પ્રવૃત્તિઓ ધમધમશે.

ઇવેન્ટમાં ભાગ લેનારને ત્રણ દિવસ સુધી સુપ્રસિધ્ધ ચિત્રકાર નલીન સુચક - સ્કેચિંગ, અશ્વિન ચૌહાણ - લેન્ડસ્કેપ, રાજન કાપડીયા - પોટ્રેટ અને સંજય કોરીયા કાર્ટુન એન્ડ કેરીયર વિષયક માર્ગદર્શન આપશે. શ્રેષ્ઠ કૃતિને ઇનામ અને ભાગ લેનાર સૌને સર્ટીફીકેટ અપાશે.

ઇવેન્ટ આયોજક સંજય કોરીયાની યાદીમાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું પ્રથમ આયોજન થયુ છે. જેમાં ઓડીયન્સ સમક્ષ કલાકારોને કલા પ્રદર્શિત કરવાની તક મળશે. એક જગ્યાએ આર્ટીસ્ટોનો જમાવડો થવાથી એક બીજાની કલાનું આદાન પ્રદાન કરી શકશે.

આર્ટ ટુ ગેધર ઇવેન્ટ ઓપન ફોર ઓલ છે. કોઇ પણ વ્યકિત ઇવેન્ટની મુલાકાત લઇ શકશે. આ માટે રજીસ્ટ્રેશન કે વધુ માહીતી માટે સંજય કોરીયા (મો.૯૯૭૯૧ ૦૦૦૧૫) અથવા ફોર્મ ફર્સ્ટ સ્ટેપ પ્લેહાઉસ, ચુડાસમા પ્લોટ મેઇન રોડ, આમ્રપાલી ફાટક પાસે (મો.૭૦૬૯૮ ૦૩૦૦૬) અથવા દેશી દુકાન ટી-શર્ટ શોપ, ક્રિસ્ટલ મોલ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે. આર્ટ ગેલેરી ખાતે પણ તા. ૯ થી ૧૦ દરમિયાન સાંજે પ થી ૮ માં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વધુને વધુ કલારસીકોએ ભાગ લેવા સંજય કોરીયાની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૪)

(4:05 pm IST)