Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

એડવોકેટ ધીરૂભાઇ ખાચરની હત્યાના આરોપીનો કેસ વકીલો લડશે નહિં

રાજકોટ બાર એસો. દ્વારા ઠરાવઃ બનાવને વખોડી કાઢયો

રાજકોટ તા ૮ : રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ શ્રીધીરૂભા ડી. ખાચર ની સરજાહેર ગોળી મારી ક્રુર હત્યા કરવામાં આવેલ હોય આ ઘટના ઘણી જ દુઃખદ છે અને રાજકોટ બાર એશોસીએશન આ ઘટનાનેસખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ સકયુલર ઠરાવથી ઠરાવે છે કે આરોપી ના બચાવ માટે રાજકોટ શહેરના વકીલો આરોપીના વકીલતરીકે રોકાય નહીં તેવો સર્વાનુમતે આ કમીટી અનુરોધ કરે છે.

ઉપરોકત સરકયુલર ઠરાવને રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ અનીલભાઇ આર. ોેસાઇ, ઉપ પ્રમુખ બકુલભાઇ રાજાણી, સેક્રેટરી દીલીપભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી રૂપરાજસિંહ પરમાર, ટ્રેઝરર અશ્વીનભાઇ ગોસાઇ, લાયબ્રેરી સેક્રેટરી જતીનભાઇ ઠક્કર તથા કારોબારી સભ્ય સર્વે સંદીપભાઇ વેકરીયા, અજયભાઇ પીપળીયા, નીશાતભાઇ જોશી, રોહીતભાઇ ઘીઆ, સંજયભાઇ જોશી, કોૈશીકભાઇ વ્યાસ, ગોૈરાંગભાઇ માંકડ, નીરવભાઇ પડયા, એન્જલ સરધારા, મીનાક્ષીબેન ત્રિવેદી એ સમર્થન આપેલ છે.

(4:00 pm IST)