Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

નેશનલ કરાટે કોમ્પીટીશનમાં રાજકોટના ચેમ્પીયનો

રાજકોટ તા. ૮ : અરૂણાચલપ્રદેશમાં ઇટાનગર ખાતે વાડો કાઇ દ્વારા આયોજીત રાષ્ટ્રીયકક્ષાની કરાટે હરિફાઇમાં રાજકોટથી પાંડે ઉત્તમ ન્યુ પરિમલ સ્કુલ સિલ્વર મેડલ, સખીયા દર્શીલ - ધોળકીયા સ્કુલ સિલ્વર મેડલ, પાડલીયા ક્રિના - કોટક સ્કુલ બ્રોન્ઝ મેડલ, રંગાની દીધીતી - માસુમ સ્કુલ બ્રોન્ઝ મેડલ અને પાંડે અંશુ - ન્યુ પરિમલ સ્કુલ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી અંદાજે ૪૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને પ્રોત્સાહન આપવા કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. રાજકોટની સત્યમ સ્કુલ ખાતે કરાટેની તાલીમ આપતા કોચ જય ચૌહાણ અને વિજેતાઓને અભિનંદન પાઠવેલ હતા.

(3:53 pm IST)