Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

સ્વ. મુકતાબેન વસાણીના સ્મરણાર્થે ૩૩ મો મેગા નેત્રયજ્ઞ : ૨૬૭ દર્દીઓને ગુરૂ દ્રષ્ટિ

રાજકોટ : સ્વ. મુકતાબેન છગનલાલા વસાણીના સ્મરણાર્થે હસ્તે વસાણી પરિવાર તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે શહેર જિલ્લાને આંખના મોતિયા વિહીન કરવા અશ્વમેઘ સંકલ્પ પૈકી ૩૩ મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેાં ૨૬૭ દર્દીઓને ગુરૂદ્રષ્ટિ પ્રદાન થઇ હતી. આ કેમ્પમાં પ્રવિણભાઇ વસાણી, શ્રીમતી પ્રફુલાબેન પ્રવિણભાઇ વસાણી, સુરેશભાઇ વસાણી, શ્રીમતી જોશનાબેન સુરેશભાઇ વસાણી, ભરતભાઇ વસાણી, શ્રીમતી ઇલાબેન ભરતભાઇ વસાણી, ભાવેશભાઇ વસાણી, શ્રીમતી રૂપાબેન ભાવેશભાઇ વસાણી, પ્રફુલભાઇ વસાણી, શ્રીમતી દીપાલીબેન પ્રફુલભાઇ વસાણી, શ્રીમતી ભાવનાબેન ભગવાનભાઇ વસાણી, પુજાબેન ભગવાનજીભાઇ વસાણી વગેરેએ ઉપસ્થિત રહી પુજન કરી કેમ્પને ખુલ્લો મુકયો હતો. નેત્રયજ્ઞમાં દર્દીને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરી આપવામાં આવેલ. કેમ્પ સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે.

(3:48 pm IST)