Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ભાજપ મહિલા મોરચા દ્વારા વન ભોજન

 શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માકડીયાની આગેવાની હેઠળ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે તા. ૧૧ જૂન સુધી શ્રીજી ગૌશાળા, ન્યારા ખાતે વન ભોજન તેમજ ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢીયા, પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાના નેતૃત્વમાં તેમજ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, કંચનબેન સિધ્ધપુરા, ચારૂબેન ચૌધરી, કલ્પનાબેન કિયાડા, ડો. દર્શીતાબેન શાહ, બીનાબેન આચાર્ય, કાશ્મીરાબેન નથવાણીની ઉપસ્થિતીમાં વનભોજન ટીફીન બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ વિશે માહિતી અપાઇ હતી. સામાજિક, શૈક્ષણીક અને આર્થિક રીતે પગભર થાય તે વિશે માર્ગદર્શન અપાયુ હતું. આ બેઠકમાં કોર્પોરેટર રૂપાબેન શીલુ, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, ધારાબેન વૈશ્ણવ, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન પરમાર, દક્ષાબેન વાઘેલા, અરૂણાબેન આડેસરા, સહિતના ભાજપ મહિલા અગ્રણીઓ સાથે શહેરના વોર્ડ નં. ૧, ર, ૩ ના ભાજપ મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ મહામંત્રીદેવાંગ માંકડના માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ  મોરચામાંથી લીત વાડોલીયા, રાજેન સિંધવ, દિનેશ કણજારીયા, અરવિંદ સોલંકી સહિતનાએ જહેમત ઉઠાવી હતી. તેમજ આ  કાર્યક્રમમાં રાજય સરકારની જળ અભિયાન, રેસકોર્ષ-ર, તેમજ ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેકની સી.ડી.નું કાર્યાલય પરિવારના પંકજભાઇ ભાડેશીયા તેમજ રાજન ઠકકર દ્વારા નિર્દશન કરવામાં આવ્યું હતું.

(3:45 pm IST)
  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST