Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ઘરેલુ હિંસાના કેસમાં બાળકની કસ્ટડી માતાને સોંપવા સામેની પિતાની અપીલ રદ

રાજકોટ તા.૮: ઘરેલું હિંસાના કેસમાં સગીર બાળકની કસ્ટડી માતાને સોંપવા પિતા વિરૂધ્ધ ફરમાવેલ હુકમને કાયમ રાખતો ચુકાદો આપેલ હતો, અને અદાલત દ્વારા વધુમાં વચગાળાના ભરણપોષણ પેટે પત્નીને ભરણપોષણ પેટે માસીક રૂ. ૫૦૦૦/- તથા સંતાનને માસીક રૂ. ૩૦૦૦/- ચુકવવા નો હુકમ પણ કાયમ રાખેલ હતો.

કેસની વિગત એવી છે કે આ કામના અરજદાર વીલાસબેન ગોપાલભાઇ ગોંડલીયા રહે. રાજકોટવાળાએ ઘરેલું હિંસાના કાયદા અન્વયેની ફરીયાદ આ કામના સામાવાળાઓ ૧. અમીત ઉર્ફે લાલો ઉર્ફે ગોપાલ પરસોતમભાઇ ગોંડલીયા (પતિ), ર. દક્ષાબેન પરસોતમભાઇ ગોંડલીયા (સાસુ), ૩. રૂપલબેન હિતેષકુમાર સોજીત્રા (નણંદ), ૪.જયસુખભાઇ રવજીભાઇ ગોંડલીયા (કાકાજી સસરા), રહે. રાજકોટવાળાઓ વિરૂધ્ધ એડી. ચીફ. જયુ. મેજી. કોર્ટ સમક્ષ તેમના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત કરેલ હતી.

આ કામે ર્કોર્ટે અરજદારની અરજી મંજુર કરીને એવો હુકમ ફરમાવેલ કે અરજદારે કરેલ મુળ અરજીની તારીખથી અરજદાર/ પત્નીને ભરણપોષણ પેટે માસીક રૂ. ૫૦૦૦/- તથા સગીર બાળક મંત્રની કસ્ટડી હુકમ થયેથી ૭ દિવસમાં અરજદાર/ માતાને સોંપી આપવી તેમજ સગીર બાળક મંત્ર ને માસીક રૂ. ૩૦૦૦/- મે-૨૦૧૮ થી ચુકવી આપવા તેવો હુકમ સામાવાળા વિરૂધ્ધ ફરમાવેલ હતો. ત્યારબાદ સદર હુકમથી સામાવાળાઓ નારાજ થયેલ હોય જેથી હુકમ ને સેસન્સ કોર્ટ/ અપીલ કોર્ટમાં ચેલેન્જ કરેલ હતો. અપીલના કામે બંને પક્ષે દલીલો કરવામાં આવેલ હતી જેમા મુળ અરજદાર તરફે રોકાયેલ એડવોકેટની દલીલો માન્ય રાખી સામાવાળાઓની અપીલ નામંજુર કરી ટાયલ કોર્ટનો હુકમ કાયમ રાખવા સેસન્સ કોર્ટ/ અપીલ કોર્ટએ મુળ અરજદાર તરફે હુકમ કરેલ હતો.

આ કેસમાં મુળ અરજદાર વીલાસબેન ગોંડલીયા વતી ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના એચ. રાજયગુરૂ, કેતન. જે. સાવલીયા, ભાર્ગવ જે. પંડયા, અમીત વી. ગડારા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા, મોહિત રવીયા વિગેરે રોકાયેલ હતા.(૧.૨૫)

(3:38 pm IST)