Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

કાલે સમસ્ત બ્રહ્મસમાજનો હાઇટેક મેગા પરીચય મેળોઃ દેશભરમાંથી ૧૧૦૦ ઉમેદવારો ભાગ લેશે

ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજનઃ વિશાળ સ્ક્રીન ઉપર લાઇવ પ્રસારણ

રાજકોટ તા. ૮ : ભૂદેવ સેવા સમિતી દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના તમામ પરીવારો માટે આવતીકાલ તા.૯ ના શનિવારે સવારે ૭ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે હાઇટેક યુવક-યુવતિ પરીચય પસંદગી સંમેલનનું ખાસ અલગ રીતથી આયોજન કરવામાં આવ્યું છ.ે આ પરીચય સંમેલનની મુખ્ય વિશિષ્ટતા 'હાઇટેક' પસંદગી સંમેલન છ.ે જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, દેશ-વિદેશના વિવિધ સેન્ટરોમાંથી કુલ ૧૧૦૦ યુવક-યુવતિઓ ભાગ લેશે. આ હાઇફાઇ પસંદગી સંમેલનમાં અભ્યાસ, ઉમંરના વર્ગીકરણ પ્રમાણે યુવક-યુવતીઓને ખાસ નંબર આપી અલગ ઓળખ આવપમાં આવશે.

 

આ કાર્યક્રમાં શ્રી અભયભાઇ ભારદ્વાજ (રાષ્ટ્રીય કાયદાપંચ સદસ્ય), શ્રીમતી અંજલીબેન રૂપાણી (પ્રભારી શ્રી મહિલા મોરચા), આચાર્ય શ્રી ઘનશ્યામ મહારાજ (શ્રી ભુવનેશ્વરી શકિતપીઠ-ગોંડલ), શ્રી નીતીનભાઇ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી) શ્રી પંકજભાઇ ભટ્ટ (ચેરમેન ગુજરાત રાજય સંગીત નાટય એકાદમી), શ્રી ડો. જૈમનભાઇ ઉપાધ્યાય (મેયરશ્રી રાજકોટ), શ્રી જનાર્દનભાઇ આચાર્ય (સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ), શ્રી કશ્યપભાઇ શુકલ (બ્રહ્મ અગ્રણી), બ્રહ્મ મારૂતી કુરીયાવાળા શ્રી રામભાઇ મોકરીયા, શ્રી મનીષભાઇ માડેકા, શ્રીમતી લીનાબેન શુકલ, શ્રીમતી રૂપાબેન શીલુ, શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રીમતી નેહલબેન ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂદેવ સેવા સમિતીના પ્રમુખ તેજસ ત્રિવેદી, પ્રોજેકટ ઇન્ચાર્જ મયુર વોર, જય ત્રિવેદી, નિશાંત રાવલ, દિલીપ જાની, માનવ વ્યાસ, જિજ્ઞેશ ત્રિવેદી, ભરત દવે, નિરજ ભટ્ટ, મીત ભટ્ટ, નૈતિક જોષી, વિમલ અધ્યારૂ, પરેશ દવે, સંદિપ પંડયા, દિલીપ રાવલ, વિશાલ ઉપાધ્યાય, સંદિપ ભટ્ટ, રૂપેશ જોષી, મનન ત્રિવેદી, જયોતિન્દ્ર પંડયા, યગ્નેશ ભટ્ટ, પરાગ મહેતા, પ્રશાંત વ્યાસ, જિજ્ઞેશ પંડયા, ઉદય ભટ્ટ તથા ભૂદેવ સેવા સમિતિ મહિલા સદસ્ય ભાર્ગવીબેન ભટ્ટ, કલ્પનાબેન લખલાણી, હિમાનીબેન રાવલ, કિર્તિબેન દવે, હિનાબેન દવે, મિનાબેન ભટ્ટ, ભાવનાબેન જોષી, માલતીબેન જાની, રચનાબેન જાની, હિનાબેન રાવલ, અર્પિતાબેન પંડયા, મિનાક્ષીબેન જોષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છ.ે(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:32 pm IST)