Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

અગાઉના કેસ પાછા ખેંચી લેવાનું કહી લેઉવા પટેલ પ્રોૈઢને પોપટપરાના ભરત કુગશીયાની ખૂનની ધમકી

પ્રવિણભાઇ લુણાગરીયા રેલનગર પાસેની વાડીએ ગયા ત્યારે ભરત અને હરેશ મિંયાત્રાએ કારમાં આવી ધમકી દીધાની ફરિયાદ

રાજકોટ તા. ૮: કાલાવડ રોડ સત્ય સાંઇ રોડ પર કાસા કોપર એ-૪૦૨માં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં પ્રવિણભાઇ છગનભાઇ લુણાગરીયા (લેઉવા પટેલ) (ઉ.૫૮)ને નામચીન ભરત રઘુભાઇ કુગશીયા અને હરેશ ઉર્ફ હરી દાદુ મિંયાત્રાએ જુના કેસો પાછા ખેંચી લેવાની ધમકી આપી ગાળો ભાંડતા ફરિયાદ થઇ છે.

 

બનાવ અંગે પ્ર.નગર પોલીસે પ્રવિણભાઇની ફરિયાદ પરથી આ બંને શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. પ્રવિણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કેપોતે ખેતી કરી ગુજરાન ચલાવે છે. ૬/૫ના સાંજે સાડા છએક વાગ્યે પોતે મિત્ર હરેશભાઇ પુજારા તથા મોહનભાઇ મિસ્ત્રી સાથે કારમાં રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજની બાજુમાં દયાનંદ સરસ્વતિ ટાઉનશીપવાળા રસ્તે ભરતભાઇ સગપરીયાની વાડી પાસે આવેલી પોતાની વાડીએ રિનોવેશન કરાવવું હોઇ મિસ્ત્રીને લઇને ગયા હતાં.

ત્યાંથી પરત નીકળ્યા ત્યરો ગેઇટ બહાર જ ભરત કુગશીયા અને હરેશ મિંયાત્રા  તેની નંબર વગરની સ્વીફટ કાર લઇને આવ્યા હતાં અને પોતાની કાર આડે નાંખી નીચે ઉતરી ગાળો દઇ ઝઘડો કર્યો હતો. ભરતે કાંઠલો પકડી ઇ પોતાની સામેના કેસ પાછા ખેંચી લેજો નહિતર તમને અને કેશુભાઇ કાકડીયાના પરિવારને જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. જેથી પોતે ગાડી ચાલુ કરી નીકળી ગયા હતાં.  અગાઉ ભરત વિરૂધ્ધ પોલીસ કેસ કર્યા  હોઇ તે પાછા ખેંચી લેવા દબાણ કરી આ ધમકી અપાઇ હતી.

ઉલ્લેખનિય છે કે ભરત કુગશીયાએ અગાઉ પટેલ પરિવારના ઘર પર જમીનના ડખ્ખામાં ફાયરીંગ કરી આતંક મચાવ્યો હતો અને જીપ માથે ચડાવી દેવા પ્રયાસ કર્યો હતો. જેલમાં પણ તેણે માથાકુટ કરી હતી. આ શખ્સના ત્રાસ સામે પટેલ પરિવારના સભ્યો કલેકટર કચેરીએ પહોંચી ઉપવાસ પર બેસી ગયા હતાં. તે વખતે પોલીસે આકરી કાર્યવાહી કરી હતી. હવે ફરીથી તેણે પટેલ વૃધ્ધને ધમકી આપતાં ચર્ચા જાગી છે. એએસઆઇ સુરેશભાઇ જોગરાણાએ વિશેષ તપાસ હાથ ધરી છે.  (૧૪.૭) 

(12:45 pm IST)
  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST