Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કાલે મધર્સ - ડે

ધરતીનું સ્વર્ગ એટલે મા

ત્રણ લોકનો નાથ

         પણ મા વિના અનાથ...

      'મોઢે બોલું  'મા'  અને

મને સાચે જ બાળપણ સાંભરે,

      તારી મોટપની મજા,

મને કડવી લાગે કાગડા'.

 'હે મારી જનનીના હૈયામાં,

પોઢતા..પોઢતા લાગ્યો કસુંબીનો રંગ..

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ'..

 ચાલો..ગ્રેટ મધરરત્ન કુક્ષિણી માતા ત્રિશલાના ઉપકારોનુંપણ સ્મરણ કરી લઈએ...

 મે માસના બીજા રવિવારના દિવસને સમગ્ર વિશ્વ  'મધસ' ડે તરીકે ઉજવે છે.

ખરેખર તો,દરેક દિવસ અને પ્રત્યેક ક્ષણ ઉપકારી માતાની હોવી જોઈએ.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈન દર્શન અણમોલ છે. આગમકાર ભગવંતોએ એટલું વિપુલ સાહિત્ય આપેલું છે કે કોઈપણ પ્રસંગ કે ઘટના આગમના માધ્યમથી ઉજાગર કરી શકાય છે. ચિલ્ડ્રન્સ ડે આવે ત્યારે નાના બાલૂડા અયવંતાની યશોગાથા વર્ણવાય. મધર્સ ડે આવે છે તો ચાલો પ્રસ્તુત વિષય ઉપર ચિંતન કરીએ...

'મા' અને તેના ઉપકારો વિશે અનેક વિદ્યાન ચિંતકો, લેખકો, સાહિત્યકારો, કવિઓ સહિત અનેક  લોકોએ દુહા, છંદ, કાવ્ય અને લેખો દ્રારા મમતાળુ મા નો અનેરો મહિમા વર્ણવ્યો છે. કવિ દુલા કાગ કહે છે...

'ભકિત થકી તો ભજતા

મહેશ્ચર આવી મળે,

ન મળે એક જ મા,

કોઈ ઉપાયે કાગડા'.

એમ કહેવાય છે કે 'મા' નો અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં 'મા' જ થાય છે. માત્ર મનુષ્ય જાતિમા જ નહીં પરંતુ દરેક જીવો માટે મા નો ફાળો અમૂલ્ય છે. ચીં...ચીં...કરતી ચકલીઓ પોતાની ચાંચ વડે પોતાના બચ્ચાના મુખમાં દાણા મૂકતું દ્રશ્ય કેવું અદભૂત હોય છે.પોતાના વાછરડાને ઘડીભર ન જોતી વ્યાકુળતા અનુભવતી ગાયનો પ્રેમ કેવો અજોડ હોય છે.

અંગ્રેજીનું ખૂબ સરસ વાક્ય છે...ગોડ કુડ નોટ બી એવરીવ્હેર,ધેરફોર હિ મેઈડ મધર્સ...

 કવિ બાલમુકન્દ દવેએ પણ આ જ વાત કરી કે 'ઈશ્વર બધે પહોંચી શકતો નહીં હોય તેથી તેણે માતાનું સર્જન કર્યુ હશે.'

સુરેશ દલાલ મા નો મહિમા બતાવતા કહે છે કે...

'મા' તું એક એવું વૃક્ષ કે જયાં ઝંઝાવાત પણ નિરાંત અને શાંતિનો શ્ચાસ લે.

કયારેક અચાનક ઠેસ વાગે ને તો સૌથી પહેલાં મા યાદ આવે.એ....'મા' બોલાય જાય.એટલે જ કવિ કહે છે...

અણધાર્યા આવી ઘટમાં દુઃખના ઘા,

નાભિથી વેણ નીકળે,

મોઢે આવે ર્મા.

આઠ - દશ વર્ર્ષના એક બાળકની માતાનું અચાનક અવસાન થતાં નિર્દોષ બાળક બોલી ઉઠ્યો...મારા માટે તો આખા જગતનું મૃત્યુ થઈ ગયું છે. બાળક કહે છે...હવે કોણ મારી શાંતિથી, પ્રેમથી, વાત્સલ્યથી, સ્નોહથી સાર સંભાળ લેશે ? હવે કોણ કહેશે કે બેટા તું જમ્યો ? એટલે જ કહેવાય છે કે

 પિતાને ભલે 'ઘરનો  મોભ' કહેવાય પરંતુ 'ઘરનું છાપરૂ અને છજ્જુ' તો માત્ર માતા જ બની શકે.

 'મા' વિશેની થોડી અમૃત કણિકાઓનું રસપાન કરીએ..

..(૧) વાત્સલ્યનું અમી ઝરણું એટલે માં. (૨) વ્હાલપની મીઠી વીરડી એટલે માં. (૩) સંસ્કૃતિનું મહા વિદ્યાલય એટલે માં. (૪) ધરતીનું સ્વગૅ એટલે માં. (૫) જેને ન આપી શકાય  કોઈ ઉપમા તે 'મા'. (૬) પ્રેમને સાકાર થવાનું મન થયું ને 'મા' નું સજૅન થયું. (૭) શબ્દકોષમાં કદાચ 'મા' નો શબ્દાર્થ મળશે પરંતુ ભાવાર્થ તો હ્રદયકોષમાં જ મળશે. (૮) કહેવાય છે કે બધા જ તીર્થોની શરૂઆત 'મા' ના ચરણોથી થાય છે. (૯)ભગવાનને ભજવાથી 'મા' મળતી નથી પરંતુ 'મા' ને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે. (૧૦)'મા' એક એવી ઋતુ છે કે જેને કદી પાનખર આવતી નથી. (૧૧) એક માતા સો શિક્ષકની ગરજ સારે. (૧૨)'મા' અને 'ક્ષમા' બંને એક છે કેમ કે માફી આપવામાં બંને નેક છે. (૧૩) 'મા' એટલે વ્હાલ ભરેલ વીરડો અને મંદિર કેરો દિવડો. (૧૪) મા તે મા બીજા બધા વગડાના વા. (૧૫) What is home without a "mother" ? (૧૬)માતાનું હ્રદય બાળકની પાઠશાળા છે. (૧૭) માતા એ તો 'જગતની શાતા' છે.

  સંકલન

    મનોજ ડેલીવાળા,રાજકોટ

   મો.૯૮૨૪૧ ૧૪૪૩૯.

(4:05 pm IST)