Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રેલનગર છત્રપતી ટાઉનશીપમાંથી પાંચ અને માર્કેટ યાર્ડમાંથી સાત પત્તા ટીંચતા ઝડપાયા

પ્રનગર અને બી ડીવીઝન પોલીસનો દરોડો : ભકિતનગર પોલીસે વરલીનો જુગાર રમતા એકને દબોચ્યો

રાજકોટ,તા. ૮: રેલનગર છત્રપતી શીવાજી ટાઉનશીપના જીવીંગમાંથી પ્રનગર પોલીસે પાંચને અને બી ડીવીઝન પોલીસે માર્કેટયાર્ડમાંથી સાતને તીનપતીનો જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રેલનગર છત્રપતી શીવાજી ટાઉનશીપ જીવીંગમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પ્રનગર પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.પટેલ અને અક્ષયભાઇ ડાંગરને બાતમી મળતા પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.ડી.પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયભાઇસિંહ, યુવરાજસિંહ, પ્રદિપસિંહ, કુલદીપસિંહ, અક્ષફભાઇ ડાંગર, અશોકભાઇ અને મહાવીરસિંહ સહિતે દરોડો પાડી છત્રપતી ટાઉનશીપ જીવીંગના સાતમા માળે લોબીમાં તીનપતીનો જુગાર રમતા ફલેટ નં. ૭૦૧ના ભગવાન ઉલુમલભાઇ દેવાણી, પરસાણા નગર શેરી નં. ૧ના મુકેશ લાવરીમલ ગુરબાણી, રેલનગર ઇસ્કોન એપાર્ટમેન્ટના જીતુ હીરાભાઇ ધનવાણી, શ્રધ્ધા રેસીડેન્સીન દીપક ભગવાનદાસભાઇ ટેકવાણી અને ભકિતપાર્ક શેરી નં. ૧ના મુકેશ તોતલમલભાઇ હરવાણીને તીત્રપતીનો જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૦,૫૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ. જયદીપસિંહ બોરાણા, અને મીતેષભાઇ આડેસરાને બાતમી મળતા પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ બી.બી.કોડીયાતર, એએસઆઇ સલીમભાઇ, અજયભાઇ, હેમેન્દ્રભાઇ, પરેશભાઇ, મીતેશભાઇ, જયદીપસિંહ, નિરવભાઇ, ચાંપરાજભાઇ, વિશ્વજીતસિંહ, મનોજભાઇ, હરપાલસિંહ અને ભાવેશભાઇ સહિતે માર્કેટ યાર્ડમાં બકાલા વિભાગમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ચોટીલાના ડોરાલી ગુના ગામનો નવધણ મશરૂભાઇ ગમારા, ગંજીવાડના વિનુ બીજલભાઇ સાબડીયા, મચ્છાનગરના ઝાલા ધારાભાઇ મુંધવા, માડા ડુંગર શેરી નં. ૨ના મુકેશ ભીમજીભાઇ ચાવડા, સાગરનગર શેરી નં.૪ના ઉકા સામતભાઇ ઝાપટા બેડીપરા ગંગારામ બાવાજી વાળી શેરીમાં રહેતા ભરત બાવકાભાઇ પરમાર અને બાલકૃષ્ણ સોસાયટીના મુના સવાભાઇ જોગરાણાને તીનપતીનો જુગાર રમતા પડી લઇ રૂ. ૧૨,૪૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. બાદ પોલીસે તમામ સામે કર્ફયુ ભંગની કાર્યવાહી કરી હતી.

વરલી ફીચરનો જુગાર રમતો અકરમ પકડાયો

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે. કામળીયા, એ.એસ.આઇ ભાનુભાઇ મીયાત્રા, ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ, દિવ્યરાજભાઇ, રાજેશભાઇ, હિતેન્દ્રસિંહ, મૈસુરભાઇ સહિતે કોઠારિયા રોડ કામનાથ વે-બ્રીજ પાસે વરલી ફીચરનો જુગાર રમતા અકરમ હારૂનભાઇ નારેજા (ઉવ.૩૩) (રહે. દેવપરા મેઇન રોડ ખ્વાજા ચોક તમન્ના એપાર્ટમેન્ટ)ને પકડી લઇ રૂ. ૨૪૩૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:23 pm IST)