Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોના ચેઇન તોડવા ગોલ્ડ ડીલર્સ એસો,ની અગમચેતી અને દૂરંદેશી બદલ પોલીસ કમિશનર દ્વારા મોમેન્ટો આપી સન્માન

મહામારીના સંકટમાં અગાઉથી જ ગ્રાહકો,કર્મચારીઓ, તમામ જવેલર્સ અને બજારના હિતમાં સ્વૈચ્છીક બંધ પાળેલ

રાજકોટ : શહેર પોલીસ કમિશનર દ્વારા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ તેમજ કારોબારી સભ્યોનું મોમેંટો આપી ને સન્માન કરાયું હતું

આજના મહામારીના ભયંકર સંકટ ને અગાઉથીજ પારખી ગયેલા એસો.ના કર્મઠ પ્રમુખ અને કારોબારી સભ્યો દ્વારા ગ્રાહકોના હિતમાં શોરૂમ સાથે સંકળાયેલા કર્મચારીઓના હિતમાં અને એસો.સાથે સંકળાયેલા તમામ જ્વેલર્સના હિતમાં સરકારી લોકડાઉન જાહેર થયું તેના પહેલાજ આપણા એસોસિયેશન દ્વારા બંધ જાહેર કરવામાં આવેલ..
આ અગમચેતી અને દૂરંદેશી નિર્ણયને પોલીસ કમિશનર દ્વારા વિશેષ રીતે બિરદાવવામાં આવેલ છે

(2:15 pm IST)
  • ગુજરાતના પડોશી રાજસ્થાનમાં ૧૮૨૩૧ નવા કોરોના કેસ નોંધાયા : ગુજરાતને અડીને જ આવેલા રાજસ્થાનમાં પણ કોરોના ધુણવાનુ બંધ કરતો નથી. મોડી સાંજ સુધીમાં નવા ૧૮૨૩૧ કેસ નોંધાયા, ૧૬૪ મૃત્યુ અને ૧૬૯૩૦ સાજા થયા છે. access_time 8:38 pm IST

  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 386 અને ગ્રામ્યના 110 કેસ સાથે કુલ 496 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:21 pm IST

  • ભાવસિંહજી હોસ્‍પિટલમાં સાંજે ૬ વાગ્‍યે ૩૦ મીનીટ સુધી વિદ્યુત પુરવઠો ખોરવાઇ જતા દેકારો બોલી ગયો : કોન્‍ટ્રાકટરની બેદરકારી સામે આવી : મહિલા ડોકટરે પરિસ્‍થિતિ સંભાળી કોન્‍ટ્રાકટરને બેદરકારી નહિ દાખવવા તાકીદ કરી હતી access_time 9:36 pm IST