Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોના થયો હોય અને ઘરે અનુકુળતા ન હોય તો ગુરૂકુળમાં પધારોઃ નિઃશુલ્ક સુવિધા-સારવાર સાથે સંતોના શુભાષિસ

તબીબી કાગળો-આધાર કાર્ડ જરૂરીઃ જરૂરીયાતમંદોને લાભ લેવા પ્રભુ સ્વામીની અપીલ : રાજકોટ ગુરૂકુળના આઇસોલેશન કેન્દ્રમાં પ૦૦થી વધુ દર્દીઓ સ્વસ્થ થયાઃ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી સેવાયજ્ઞઃ વધુ માહિતી માટે સંપર્ક નં. ૭૦૪૮૪ ૮૦૦૦૯ અને ૯૮રપર ૧૧૧૬૮

રાજકોટ,તા.૮: કોરોનાનો રોગ આપણી પાસે સામેથી ચાલીને નથી આવતો પરંતુ આપણે તેને બજારમાંથી ખરીદીએ છીએ ત્યારે આવે છે. એ બજાર અનાજ કરીયાણાની હોય શાકભાજીની માર્કેટ હોય, હીરા બજાર હોય, કાપડ બજાર ઉપરાંત ભીડભાડવાળા જાહેર વાહનોની  મુસાફરી હોય. આપણે સારું ૯૫ માસ્ક ન પહેરીએ, બજારમાં ભીડભાડમાં ફરીએ, વ્યકિતઓ વચ્ચે અંતર ન રાખીએ,  ઉપરોકત બાબતોમાં ગફલત રાખીએ તો જ એ આપણી પાસે આવે છે, અન્યથા નહીં.

શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના મહંત ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી કહ્યું છે કે જેમને ડોકટરોએ હોમ આઈસોલેશન થવાનું કહ્યું હોય તેવા મહિલા પુરુષો બધા માટે સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ રાજકોટ મા ૧૯ એપ્રિલ થી આઈસોલેશન દર્દીઓની સેવા શરૂ છે . ૫૦૦ ઉપરાંત દર્દીઓ અહીં રહીને સ્વસ્થ થયા છે . તમને અહીં સંતો શ્રી સંત વલ્લભ સ્વામી ,પૂર્ણ પ્રકાશ સ્વામી, શ્રુતિ સ્વામી, ગોવિંદ સ્વામી વગેરે બે ટાઇમ જમવાનું ,સવારે ચા , ઉકાળો ,નાસ્તો આપશે  . સવારે ૧૦:૦૦ વાગ્યે જયુસ અને ૩:૦૦ વાગ્યે ચા, સાંજે પાંચ વાગ્યે  નારિયેળ પાણી આપી તમારી સેવા ચાકરી કરશે. ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ  બ્લડ પ્રેશર ,ઓકિસજન ચકાસશે તેમજ યોગા કસરત, ફિઝીયોથેરાપી વગેરે કરાવશે. ડોકટરોના કહ્યા અનુસાર જરૂરી દવાઓ પણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ફ્રીમાં આપવામાં આવશે.  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આઈસોલેશન સેન્ટર તમારું જ દ્યર છે એમ માનીને નિસંકોચ સ્ત્રી-પુરુષો લાભ લઇ શકે છે. અમારા સ્વયંસેવકો ખંતથી તમારી સેવા કરશે .. સાથે એક વ્યકિતને રહેવા જમવાની સગવડતા પણ  આપીશું.

(11:57 am IST)