Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

નવોદિતા પાર્કમાં તરૂણા વડુકરને આપઘાત કરવા માટે મજબૂર કરનાર પતિ અને સાસુ સામે ગુનો

પતિ વિમલ ખોટી શંકા કરી મારકુટ કરતોઃ સાસુ નર્મદાબેન ઘરકામ બાબતે મેણાટોણા મારતા હતા

રાજકોટ તા. ૮ : દોઢસોફૂટ રોડ પર સોમનાથ સોસાયટી પાસે નવોદિત પાર્કની પ્રજાપતી પરિણીતાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર પતિ અને સાસુ વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાણાવાવના રાણા બોરડી ગામમાં રહેતા જયંતીભાઇ મેરામભાઇ ટાંક (ઉ.પ૯) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરી તરૂણાના ચાર વર્ષ પહેલા રાજકોટ દોઢસોફુટ રીંગ પર નવોદિત સોસાયટીમાં રહેતા વિમલ ધીરૂભાઇ વડુકર સાથે લગ્ન થયા હતા. પરમ દિવસે પોતે ઘરે હતા તારે જમાઇ વિમલનો ફોન આવેલ કે તમારી દિકરી તરૂણાએ ઘરે ગળાફાંસો ખાઇ લીધો છે.

આમ વાત કરતા પોતે પત્ની ગીતાબેન તથા પુત્ર અને પુત્રી તથા મોટાભાઇ બાબુભાઇને વાત કરતા ચારેય રાજકોટ આવ્યા હતા અને મારી દિકરી તેના રૂમમાં મરણ ગયેલ હાલતમાં પડેલ હતી. અને પોલીસ પણ આવી ગઇ હતી. બાદ પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવમાં મારી દિકરીએ કરેલા આપઘાત પાછળનું કારણ એ છે કે, ર૦ દિવસ પહેલા જમાઇ વિમલનો ફોન આવ્યો હતો. અને કહેલ કે તમારી દિકરી મારી સાથે અને મારી બા સાથે ઝઘડા તોફાન કરે છે. અને ગુમસુમ રહે છે તેને અહીંયા ગમતું નથી તેમ વાત કરતા પોતે પુત્રી સાથે વાત કરતા તેણે ઘરે આવીને કહીશ તેમ કહ્યું હતું. બાદ જમાઇ વિમલે મારી દિકરીને બસમાં બેસાડી દીધી હતી.

પુત્રી તરૂણા ઘરે આવી ત્યારે તેણે કહેલ કે પતિ વિમલ 'મારા ઉપર ખોટી શંકા કરે છ.ે' અને અવાર નવાર ઝઘડો કરી મારકુટ કરે છે. અને સાસુ નર્મદાબેન પણ મારા ઉપર શંકા કરતા હોઇ, અને તેઓ વિમલને ચડાવતા હોઇ, જેથી તે બન્ને મળી મને મારકુટ કરતા હતા. અને 'તારા મા-બાપે તને કોઇ સંસ્કાર આપેલ નથી તને ઘરનું કામકાજ કરતા પણ આવડતુ નથી તુ ગામડાની ગોરી છે' તેમ કહી મેણાટોણા મારતા અને ઘરમાં વાસણ અને કપડા સરખા ધોયા નથી કહી ગેરવર્તન કરી શારિરીક માનસીક ત્રાસ આપે છે તેમ મારી પુત્રીએ વાત કરી હતી. આથી આત્રાસથી કંટાળી તરૂણાએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે પરિણીતાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર પતિ તથા સાસુ વિરૂધ ગુનો દાખલ કરી  પી.આઇ.એ.એલ. આચાર્યએ તપાસ આદરી છે.

(3:40 pm IST)