Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

માનવ સમાજને ચેતવણી આપતું એકાંકી નાટક ''સાવધાન''

રાજકોટઃ દિકરાનું ઘર - ઢોલરા આયોજીત અને શિવમ ફાઉન્ડેશન - રાજકોટ પ્રસ્તુત તેમજ વિનામુલ્યે નાટક પ્ર-શિક્ષણ આપતી ઉત્સવ એકટીંગ એકેડેમી - રાજકોટ નિર્લોક પરમાર નિર્મિત અને લીખીત નારી વિહોણા સમાજનો ચિતાર આપતું નારીની મહતા સમજાવતું ભુણના ચિત્કારે કાળજા કંપાવતુ અને માનવ સમાજને ચેતવણી આપતુ હેતુલક્ષી - પ્રયોગશીલ મૌલીક એકાંકી નાટક સાવધાન મંચન કરવામાં આવ્યું.

ગૌતમ દવે દ્વારા દિગ્દર્શિત આ નાટકમાં ગુલામહુસેન અગવાન, ભરત લાલસેતા, નિરાલી લાઠીયા, વર્ષા પરમાર, કિસ્મત સરવૈયા, અમિત તળાવીયા, હર્ષલ જીવરાજાની, પ્રિતેશ પરમાર, જતિન જગડ, રોચિરામ ટોપરાણી, અનિલ જગડ, કિશન જોષી, મહેશ બજાણીયા અને ગૌતમ દવેએ અભિનયના ઓજસ પાથર્યા હતા. સંગીત સંચાલન શુભમ અંબાણી, પ્રકાશ સંચાલન,  ધવલ વાઘેલા, મેકઅપ સાક્ષી લાલસેતા અને નેપથ્ય જયેશ પડીયાએ કરેલ. દિકરાનું વૃધ્ધાશ્રમ ઢોલરાના વડીલોએ નાટકને મન ભરીને માણ્યુ હતુ. વધુ વિગતો માટે ગૌતમ દવે ૮૮૬૬૫૦૪૮૫૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)