Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પુત્રવધુને મારકુટ કરી ધમકી આપવા અંગે સાસરીયાના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા., ૮: પુત્રવધુને માર મારી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં સાસરીયા પક્ષના આગોતરા જામીનને કોર્ટે મંજુર કર્યો હતો.

બનાવની ટુંક હકીકત એવી છેકે રાજકોટના સાધુ વાસવાણી રોડ પાસે આવેલ વિશ્વકર્મા સોસાયટીના રહીશ શ્રીમતી રશ્મીતાબેન વા/ઓ રવીન્દ્રભાઇ રાઠોડ કે જેમના પાંચેક વર્ષ પહેલા અમદાવાદના વેજલપુર વિસ્તારના રહીશ રવીન્દ્ર જગદીશભાઇ રાઠોડ સાથે લગ્ન થયેલ અને લગ્નજીવનથી એક પુત્રને જન્મ આપેલ. ફરીયાદણે પોતાની ફરીયાદમાં કરેલ આક્ષેપો મુજબ લગ્નના થોડા સમય બાદ સાસરીયા પક્ષનાઓએ દહેજની માંગણી કરતા અને નાની નાની વાતોમાં મારઝુડ કરતા અને લગભગ છ માસ અગાઉ ફરીયાદણને સાસરીયા પક્ષનાઓએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકેલ હતી.

ફરીયાદણે ગત તા.૧૦-૪-ર૦૧૯ના રોજ રાજકોટના મહીલા પોલીસ સ્ટેશનમાં પતી રવિન્દ્ર રાઠોડ, સસરા જગદીશભાઇ રાઠોડ, સાસુ રીટાબેન રાઠોડ, નણંદ દિવ્યાબેન પંચાલ, કાકાજી સસરા મહેશચંદ્ર રાઠોડ તેમજ નાનાજી સસરા ગુલાબસિંહ રાજપુત વિરૂધ્ધ આઇપીસીની કલમ ૪૯૮(એ) ૩ર૩, પ૦૬ (ર) , પ૦૪, ૧૧૪ વિગેરે મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદ નોંધાતા આરોપીઓએ પોતાના વકીલ શ્રી સંજય એચ.પંડીત મારફત રાજકોટ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા આરોપીના વકીલશ્રીની દલીલો તેમજ રજુ રાખેલવડી અદાલતના ચુકાદાઓને ધ્યાને તમામ આરોપીના આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કામે આરોપી વતી એડવોકેટ સંજય એચ.પંડીત, બલરામ પંડીત, ભાવીષા પંડીત, નીલેષ ખુમાણ, રીધ્ધી રાજા, મહેશ પુંધેરા, ગૌતમ શિરવાણી વિગેરે રોકાયેલ હતા.

(3:33 pm IST)