Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કાલે મહારાણા પ્રતાપની જન્મજયંતિ : શોભાયાત્રા

કેસરીયા સાફા ઢોલનગારા સાથે કિશાનપરા ચોક ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ : રાજમાર્ગો ઉપર ફરી સોરઠીયાવાડી સર્કલમાં સમાપન : ક્ષત્રિય સમાજને આમંત્રણ

રાજકોટ, તા. ૮ : ક્ષત્રીય સમાજ નુ ગૌરવ હિંદવા સૂરજ એવા મહારાણા પ્રતાપ ની આવતી કાલ ગુરૂવાર ના રોજ ૪૭૯ મી જન્મ જયંતી છે ત્યારે દર વર્ષ ની જેમ રાજકોટ ખાતે ક્ષત્રીય સમાજ દ્વારા આ વખતે પણ સવારે ૯ કલાકે , બાલભવન ગેટ, કિશાનપરા ચોક ખાતે થી સોરઠીયાવાડી સર્કલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે, આ શોભાયાત્રા મા કેશરીયા સાફા સાથે ઢોલ નગારા, ડીજે ના તાલ, જીપ, દ્યોડાઓ સાથે હિંદવા સૂરજ મહારાણા પ્રતાપ ના ગુણગાન ગાતા વિશાળ વાહનો જોડાશે

આ શોભાયાત્રા મા અતિથિ વિશેષ એવા રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા, ગુજરાત રાજય ના મંત્રી હકૂભા જાડેજા (જામનગર), રાજેન્દ્રસિંહ (રાજનભાઈ) કાલાવડ ડિરેકટર શ્રી એમએમટીસી, શ્રી રાજપૂત કરણીસેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાના, રાષ્ટ્રીય સચિવ પ્રહલાદસિંહ ખીચી, ગુજરાત અધ્યક્ષ લક્કીરાજસિંહ ઝાલા, પ્રદેશ મહા સચિવ જે.પી.જાડેજા, યુવા અગ્રણી રાજદીપસિંહ અનિરૂદ્ઘસિંહ જાડેજા (રીબડા), ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા (હડમતાળા) તેમજ ક્ષત્રીય સમાજ ની તમામ સંસ્થા ના આગેવાનો, યુવાનો જોડાશે. ક્ષત્રીય સમાજના યુવાનો,વડીલોને શ્રી રાજપૂત કરણીસેના રાજકોટ ધ્વારા આમંત્રણ પાઠવાયુ છે.

(2:47 pm IST)