Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કારખાનેદારને આપઘાતની ફરજ પાડવા અંગે

બ્યુટી પાર્લરની સંચાલીકા સહીત ત્રણ આરોપીઓને જામીન પર છોડવા હુકમ

રાજકોટ તા ૮  :  સોૈરાષ્ટ્ર ભરમાં ચકચાર જગાવનાર અને સતત ચર્ચાનાએરણે રહેલ ચીત્રકુટધામનો ફલેટ સસ્તામાં પડાવી લેવા બ્યુટી પાર્લર સંચાલીકા તથા તેનો પતિ તથા તેના ભાઇ દ્વારા ગુજરનાર રાજેશભાઇ તથા તેના પરીવાર ઉપર ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કરતા ભોગ બનનાર પરીવારે મરવાનું નક્કિ કરી ગુજરનાર રાજેશભાઇ ઝેરી દવા પીધા બાદ તેની પત્નીને દવા પીવાનું કહેતા ન પીતા અને તેણીને છરી મારી, મારી નાખવાનું જણાવતા ગુજરનારે તેની પત્નીને ગળાના ભાગે છરી ભારતા ફરીયાદી સોનલબેને રાડારાડી કરતા વચ્ચે પડેલા તેના દિકરા સાહીલને પણ છરી મારતા ત્રણેયની સારવાર દરમ્યાન ફરીયાદી સોનલબેન તથા તેના પુત્રઅ ેમામલતદાર રૂબરૂ ડીડી આપેલ અને બચી ગયેલ, ફરીયાદી તથા તેના પુત્ર અને ગુજરનાર રાજેશભાઇને મરવા મજબુર કરવાનો દાખલ થયેલ ગુન્હાના કામના બ્યુટી પાર્લર સંચાલીકા સહીત ત્રણેય આરોપીઓને રાજકોટના સેશન્સ જજ દ્વારા જામીન પરમુકત કરતોહુકમ ફરમાવેલ છે.

કેસની હકીકત જોઇએ તો ફરીયાદી સોનલબેનનેઆરોપીઓ કિંજલબેન તથા તેના પતિ વિવેકભાઇ તથા કિંજલબેનના ભાઇ હિરેન એ રીતે ત્રણેયે સાથે મળી ફરીયાદીનો ચીત્રકુટ સોસાયટી, ક્રિસ્ટલ મોલ પાસે આરોપીઓની નીચે આવેલ ફરીયાદીના ફલેટને ઓછા ભાવે સસ્તામાં ખરીદ કરવા માટે ફરીયાદી તથા તેના પતિ સહીતનાઓને શારીરીક, માનસીક અસહય ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા ગુજરનાર રાજેશભાઇએ આરોપીઓના ત્રાસથી ઘઉંમાં નાખવાના સલ્ફર પાવડર પી જતા મરણ જતા ગુજરનારની પત્નિ સોનલબેન રાજેશભાઇ વાછાણીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧) કિંજલબેન વિવેકભાઇ ધ્રાંગધરીયા તથા (ર) વિવેકભાઇ દિનેશભાઇ ધ્રાંગધરીયા તથા (૩) હિરેનભાઇ ખોડાભાઇ કાકડીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ.

સદર ગુન્હાના કામે તમામ અરજદાર આરોપીઓએ જામીન મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી રજુઆત કરેલ હતી.

ફરીયાદીએ સાચી હકીકત સપ્રેશ કરવામની કોશીશ કરેલ છે, તે હાલના તબક્કે જાણી શકાય નહીં કોઇ રીકવરી ડીસ્કવરી નથી અને જામીન પર મુકત ન કરવાથી પ્રીટ્રાયલ કન્વીકશનના સંજોગો નિર્માણ થતા હોવાથી તમામ સંજોગો લક્ષે લઇ અંતરંગત સત્તાનો ઉપયોગ કરી ત્રણેય આરોીઓને જામીન પર મુકત કરતો હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપીઓ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(2:45 pm IST)