Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઈનોવેટિવ કિડ સ્કુલ સમર કેમ્પની પૂર્ણાહુતિ

 ઈનોવેટિવ કિડ સ્કુલ સમર કેમ્પ નો પૂર્ણાહુતિ કાર્યક્રમ  ઉજવવા માં આવ્યો જેમાં જુદી જુદી સ્પર્ધા સમર કેમ્પ ના ૮૦ બાળકો માટેજ રાખવામાં આવેલ તેના વિજેતા  વેશ ભુષા સ્પર્ધા પ્રથમ ધ્યાના દવે, દ્વિતીય સાક્ષ્ય મંડલ તૃતીય સાક્ષી શાહ  વકતૃત્વ સ્પર્ધા પ્રથમ બિંજલ શાહ.  સોલો ડાંસ પ્રથમ તેજસ્વી ત્રિવેદી, દ્વિતિય સુમિત તાપરિયા,તૃતીય પ્રાચી પારેખ ગ્રૂપ ડાંસ પ્રથમ લક્ષ્ય અને શાક્ષ્ય. આ સિવાય સમર કેમ્પ ના બાળકોને ગ્રૂપ બનાવી અલગ અલગ પાંચ ડાંસ શીખવાડેલ તે રજૂ કર્યાં અને સ્કુલ ના બાળકો સાથે વાલી શ્રી એ બે ડાંસ રજૂ કર્યાં. સ્કુલ વિદ્યાર્થી ના મમ્મી પપ્પા તૃપ્તિ બેન તથા મયુર ભાઈ અગ્રવાલ એ ગીતો તથા પ્રાર્થના ગાયેલ વિધિ બેન ગાંધી તથા મહેબૂબ ભાઈ એ પણ ગીતો ગાયા. જજ તરીકે વિધિ બેન ગાંધી ..અંકિતા શાહ તથા રવી વાણિયા સેવા આપેલ  સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અશ્વિન પારેખ એ કરેલ હતું.

(2:44 pm IST)