Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભારતીય સ્ટેટ બેંક બહુમાળી બ્રાંચમાં રૂપિયા ખૂટી પડયા

બેંક ખુલતાવેંત જમા રકમ ન હોવાથી ગ્રાહકોમાં દેકારો બોલી ગયોઃ જો કે એકાદ કલાક બાદ નાણાકીય લેવડ-દેવડ પૂર્વવત

રાજકોટ, તા. ૭ :. શહેરના રેસકોર્ષ રોડ ઉપર આવેલ બહુમાળી ભવન ખાતે ભારતીય સ્ટેટ બેન્કની બ્રાંચમાં આજે સવારે રૂપિયા ખૂટી પડતા ગ્રાહકોમાં દેકારો બોલી ગયો હતો.

આજે સવારે બેંક ખુલતાની સાથે જ રૂપિયા ઉપાડવા માટે અનેક ગ્રાહકો આવ્યા હતા. મે મહિનાના પ્રારંભે રૂપિયાની જરૂરીયાત હોવાથી સવારે ગ્રાહકો લાઈનમાં ઉભા રહી ગયા હતા પરંતુ બેંકમાં જમા રકમ ન હોવાથી રૂપિયા જમા થાય ત્યાં સુધી લાઈનમાં ઉભા રહેવા માટેનું ગ્રાહકોને કહેવામાં આવ્યુ હતું.

લગભગ એકાદ કલાક સુધી ગ્રાહકો લાઈનમાં ઉભા રહ્યા બાદ જેમ-જેમ રૂપિયા જમા થતા ગયા તેમ તેમ ગ્રાહકોને રૂપિયા આપવામાં આવ્યા હતા.

મેનેજર શું કહે છે ?

આ અંગે અકિલા સાથેની વાતચીતમાં ભારતીય સ્ટેટ બેંકના મેનેજર શ્રી વર્માએ જણાવ્યુ હતુ કે, રાત્રીના સમયે બેંકમાં વધુ રૂપિયા રાખી ન શકાય તેવો નિયમ હોવાથી આજે સવારે એકાદ કલાક રૂપિયાની લેવડદેવડમાં તકલીફ પડી હતી પરંતુ પુરતા પ્રમાણમાં નાણાકીય ભંડોળ આવી જતા ગ્રાહકોને કોઈ તકલીફ હવે નથી.

(3:23 pm IST)