Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

આનંદનગરના વેપારી સચીનભાઇ પ્રજાપતિએ રેસકોર્ષમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો

ગરમ મસાલાનું એકસપોર્ટ કરતા સચિનભાઇએ ધંધા માટે વ્યાજે અને મંડળીમાંથી લોન લઇ રૃપીયા લીધા પરંતુ ઉઘરાણી ન આવતા ઝેર ગટગટાવી લીધુંઃ૧પ લાખના દેણા સામે ૧ર લાખની ઉઘરાણી હોય કંટાળી પગલુ ભર્યાની ચીઠ્ઠી મળી

રાજકોટ, તા., ૮ઃ આનંદનગરમાં ગરમ મસાલાનું એક્ષપોર્ટ કરતા વેપારી સચીન મુળજીભાઇ ગોંડલીયા (વાટલીયા કુંભાર)  આજે બપોરે રેસકોર્ષમાં ઝેર પી આપઘાતનો  પ્રયાસ કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોરઠીયા વાડી , આનંદનગર કવાર્ટરમાં રહેતા સચીન મુળજીભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૭)એ આજે બપોરે રેસકોર્ષ ગાર્ડનમાં ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. સચિનભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બે ભાઇ અને ત્રણ બહેનોમાં સૌથી નાનો છે.

સચિનભાઇઅ ૧૦ પાનાની એક ચીઠ્ઠી લખેલી છે જેમાં લખ્યું છે કે પોતે ગરમ મસાલાના એક્ષપોર્ટનો ધંધો કરે છે અને આ ધંધા માટે તેણે કાઠીયાવાડી મંડળી, મહાકાળી મંડળી તથા કુબેર ભંડાર મંડળીમાંથી લોન લીધી હતી. જો કે પોતે આ લોન ભરપાઇ કરી ન શકતા તેના પર આ મંડળી દ્વારા કોર્ટ કેસ કરાયો છે. તેમજ કુબેર ભંડારી મંડળીના હરેશભાઇ માવાણી  પાસે  ૧૭૦ ગ્રામ સોનુ મુકી ૩.૩૦ લાખ રૃપીયા લીધા હતા અને કોરા ચેક તથા એક લખાણ પર સહી કરાવી લીધી હતી તથા સહકારી મંડળીના લોનના ફોર્મમાં સહી કરાવી લીધી હતી અને ૬ મહિના વ્યાજ ભર્યુ હતું. ત્યાર બાદ સોનુ વેચી હિસાબો પુરો કરી નાખીશુ તેમ જણાવ્યું હતું છતાં કોઇ જવાબ મળ્યો ન હતો.  તેમજ હમીરભાઇ તથા અમુભાઇ ભરવાડ અને અન્ય લોકો પાસેથી રૃપીયાની ઉઘરાણી બાકી હોવાનું જણાવ્યું છે. પોતાના પર ૧પ લાખનું દેણું છે જયારે ૧ર લાખની ઉઘરાણી બાકી હોય કંટાળી જઇ આ પગલુ ભર્યાનું જણાવ્યું છે.

પ્ર.નગર પોલીસના એએસઆઇ તૃષાબેન અને રાઇટર બાબુભાઇએ આ ચીઠ્ઠી કબ્જેે કરી તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)