Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

રણછોડદાસજીબાપુ આશ્રમનો ૭૩માં વર્ષમાં પ્રવેશઃ શુક્રવારે ધાર્મિક કાર્યક્રમ

૭૨ આરતીના દિવ્‍ય શણગાર, હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડના પાઠ જેવા કાર્યક્રમોનું આયોજન

રાજકોટઃ તા.૮, ૧૧.૫.૧૯૪૬માં સ્‍થાપિત, ‘‘ પ.પૂ.શ્રી. રણછોડદાસજીબાપુ આશ્રમ'' નો ૭૨ વર્ષ પુર્ણ કરી ૭૩માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શ્રી સદ્‌ગુરૂ સદન ટ્રસ્‍ટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પીટલનાં સ્‍ટાફ ભાઇ-બહેનો તથા ડોકટર સ્‍ટાફ તથા ગુરૂભાઇ - બહેનો દ્વારા શ્રી  નિજ મંદીર હોલમાં ૭૩ આરતીનાં શણગાર સાથે સમુહ આરતી તથા શ્રી હનુમાન ચાલીસાના પાઠ સવારે ૯:૩૦ કલાકે કરવામાં આવશે.  સવારે ૧૦ થી સાંજના ૬ સુધી સંગીતમયી શૈલીમાં રતનપરગ્રુપ દ્વારા શ્રી રામ જય રામ જય જય રામની ધુનનો સવારે ૧૧ કલાકે સાધુ સંતો ભાવિકો માટે કેરીનો રસ તથા પુરી રુપી ભંડારો સાંજે ૬:૩૦ થી રાત્રિના ૯:૩૦ સુધી સંગીતમય શૈલીમાં, આ સુંદરકાંડનાં પાઠ ૭:૩૦ કલાકે, આશ્રમમાં દિવડાઓ દ્વારા દિપક પ્રગટાવી આશ્રમમાં દિવ્‍ય ઝગમગાટ કરવામાં આવશે. રાત્રે ૧૦ કલાકે શ્રી સુંદરકાંડના પુર્ણાહુતિ પ્રસંગે ફરાળી ભેળરૂપી પ્રસાદી રાખેલ છે.

(3:38 pm IST)