Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સંસારી સાધન સંપતિથી અને સાધુ સાધનાથી પૂજાય છેઃ રાકેશપ્રસાદજી

રાજકોટ ગુરૂકુળ દ્વારા નવસારીમાં સંસ્કૃત પાઠશાળા ભવન ઉદ્ઘાટન

રાજકોટ તા. ૮ : સંસારી સાધન સંપતિથી ને સાધુ સાધનાથી પુજાય છે. એમ રાજકોટથી સ્વામીનારયાણ ગુરૂકુળ દ્વારા  નવસારી ખાતે શ્રી ધર્મજીવન સંસ્કૃત પાઠશાળાના નુતન ભવનના ઉદઘાટન પ્રસંગે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે કહયુ હતુ. વધુમાં સંત પાઠશાળાના સંતોને ઉદેશીન તેઓશ્રીએ કહેલું કે ભગવાન શ્રી સ્વામીનારાયણને નંદ સંતોને જીવન ઘડયા હતા. શ્રી ધર્મજીવનદાસ સ્વામીએ શ્રી દેકવષ્ૃણદાસજી શ્રી ધર્મવલ્લભદાસજી સહિતના જીવન એવા ઘડયા છે.

શ્રી ધર્મજીવન સંત સંસ્કૃત પાઠશાળાના ઉદઘાટન સાથે તેઓના હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. પ્રતિષ્ઠા નિમિતે શ્રી મહા વિષ્ણુયાગ વિધિ રાજકોટ ગુરૂકુળના ભુતપુર્વ  વિદ્યાર્થી શ્રી દવે કિશોર મહારાજે ભકિતભાવથી કરાવેલ. સ્નપન આદિ વિધિમાં પાઠશાળાના મહંત શ્રી ભકિતવલ્લભદાસજી શ્રી જગતપાવનદાસજી સ્વામી તથા હરિમુકુંદદાસજી સ્વામી આદિ સંતો જોડાયેલા.

નવસારી- ગણદેવ સ્ટેટ હાઇવે ઉપર નવાગામ ખાતે આવેલ ગૌશાળાના ૬પ એકર ભુમિમાં ઠાકોરજીની નગરયાત્રા યોજાયેલ. જેમા પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ૯૦ જેટલા સંતો તથા હરિભકતો જોડાયેલા.

શ્રી પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર આ સંત પાઠશાળા પાસે ૧૦ વર્ષમાં ૧૦૭ સંતોએ અભ્યાસ કર્યો છે. અહીં સંત જીવનની નીતિ રીતી સાથે સંસ્કૃત સંગીત  કમ્પેર, એ ગ્રેડ પ્રવચન રસોઇ, સફાઇ, લેખન, યોગા તેમજ છાત્રાલય સંસ્થા વગેરેનું મેનેજમેન્ટ  તથા સંચાલક રૂચી અને ગુણાનુસાર શીખવવામાં આવે છે.

મુર્તિ પ્રતિષ્ઠા તથા સંત પાઠશાળા નુતનજીવન ઉદઘાટન પ્રસંગે શ્રી ધર્મનંદન ડાયમંડવાળા શ્રી લાલજીભાઇ અમેરિકાથી શ્રી ધીરૂભાઇ કોટડીયા, આફ્રિકાથી શ્રી રાકેશભાઇ દુધાત, શ્રી ધનજીભાઇ અકાળા, મોરબીના શ્રી મગનભાઇ ભોરણીયા, શ્રી ભીખાભાઇ સુતરીયા, રાજકોટના હરકાંતભાઇ છનીયારા તેમજ નવસારીના ડો. ધોરાજીયા સાહેબ શ્રી અરવિંદભાઇ ઓઇલ મીલવાળા, સહજાનંદ કલાસીસ વાળા શ્રી મિલનભાઇ તથા ઇટાળવા - નવસારી તથા શ્રી અમૃતભાઇ વગેરેે સેવા સહયોગી ભકતોને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે તુલસી છોડ અર્પણ કરાયેલ.

આ પ્રસંગે મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી,  શ્રી ધર્મવલ્લભદાસજી સ્વાીમ તથા શ્રી પ્રભુ સ્વામી વગેરેએ પ્રાસંગીક કથાવાર્તા કરેલ. સભા સંચાલન શ્રી વિરકતજીવનદાસજી સ્વામી મુંબઇએ કરેલ. આ પ્રસંગે રાજકોટ, જુનાગઢ, ભાયાવદર, ઉના, કેશોદ, ભાવનગર, મોરબી, વર્ણીન્દ્રધામ પાટડી, નીલકંઠધામ પોઇચા, વડોદરા, વિદ્યાનગર, અમદાવાદ નવી મુંબઇ, વાશી ચોક, વગેરેનું સંકુલોથી સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમ પ્રભુસ્વામી જણાવે છે.

(2:36 pm IST)