Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

રાજકોટ સીટી વુમન્સ કલબના 'સુહાના સફર' મ્યુઝીકલ કાર્યક્રમમાં જમાવટ

રાજકોટ : રાજકોટ સીટી વુમન્સ કલબ સુરક્ષા સેતુ સોસાયટી અને નૂતન જૈન સોશ્યલ ક્રિએટીવ મહિલા મંડળના સહયોગથી હેમુગઢવી હોલ ખાતે ''સુહાના સફર'' મ્યુઝીકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના સુપ્રસિદ્ધ ગાયક સોનલ ગઢવી (વોઇસ ઓફ લતા) તથા તેમની સાથે મુંબઈના જેન્ટ્સ સિંગર શ્રીકાંત નાયર (વોઈસ ઓફ કિશોરકુમાર)એ જૂના ગીતો સાથે ગુજરાતી ગીતોની રમઝટ બોલાવેલ. ઓરકેસ્ટ્રામાં મયુર સોની તેમની ટીમ સાથે ગીતોની રસથાળ પીરસેલ. સાથે ગુજરાતી ગીતો ગાઈને બહેનોને ગરબા પણ ગવડાવી મજા કરાવેલ. આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે ડે. મેયર દર્શિતાબેન શાહ, આરર્કેડીયા શેર એન્ડ સ્ટોક બ્રોકરના વાઈસ પ્રેસીડેન્ટ સુનિલભાઈ શાહ, પ્રીતિબેન શાહ, વિણાબેન કોટક વગેરે ઉપસ્થિત રહેલ. સંસ્થાના પ્રમુખ પ્રફુલાબેન મહેતાએ દરેક મહાનુભાવોનું પુષ્પગુચ્છથી બહુમાન કરેલ. આ કાર્યક્રમમાં એન્કર તરીકે મેઘા બારડે સેવા આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રફુલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, દર્શના મહેતા, હિનાબેન મોદી, નીતાા મહેતા તથા કલ્પનાબેન પારેખ, પ્રીતિબેન ગાંધી જહેમત ઉઠાવેલ.

(2:32 pm IST)