Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

વિકાસની કેડીએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની આગેકુચઃ ૬૮.૩૦ કરોડનો નફો

રાજકોટ તા.૮ : સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લામાં રપ૯ સીબીએસ શાખાઓના વિશાળ બ્રાંચ નેટવર્ક દ્વારા ૧પ૦૦ થી વધારે ગામોમાં તેના ૧૪ લાખથી પણ વધારે ગ્રાહકોને છેલ્લા ચાર દાયકાથી ઉતમ બેન્કિંગ સેવાઓ આપતી સૌરાષ્ટ્રની પોતાની સંપુર્ણ સરકારી બેંક છે.

બેંકના ચેરમેન સી.બી. સાવંતના જણાવયા પ્રમાણે, બેંક હાલમાં ૮૯૧ ગામડામાં ફાયનાન્સીયલ ઇન્કલુઝન હેઠળ પણ બેન્કિંગ સેવાઓ પુરી પાડી રહી છે.બેંક દ્વારા ૩૧ માર્ચ ર૦૧૮ સુધી કુલ કૃષિ લોન રૂ.ર૧૦૯ કરોડ એસએમઇ લોન (ઔદ્યોગિક લોન) રૂ.૭૮૭ કરોડ તથા હાઉસીંગ લોન એજયુકેશન લોન વગેરે મળી કુલ રૂ.૩૪૧૧ કરોડની લોન આપેલ છે. આમ ગત વર્ષની સરખામણીએ રૂ.૭૩૬ કરોડનો વધારો થયેલ છેે. જે ર૭.પર ટકાનો વિકાસ દર્શાવે છે.

બેંકની થાપણો ૩૧ માર્ચ ર૦૧૮ને અંતે રૂ.૪૮૧૦ કરોડ થયેલ છે.ગત વર્ષ દરમિયાન રૂ.૪૩૪ કરોડ નવી થાપણો મેળવી ડીપોઝીટમાં ૯.૯ર ટકાનો વધારો નોંધાયેલ છે. આમ ૩૧ માર્ચ ર૦૧૮ના અંતે કુલ બિઝનેસમાં રૂ.૮રરર કરોડ લક્ષ્યાંક હાંસલ  કરી વર્ષ દરમિયાન રૂપિયા ૧૧૭૧ કરોડનો વધારો કરેલ છે, જે ૧૬.૬૦ ટકાનો વિકાસ દર્શાવે છે.

બેંક દ્વારા સ્વ સહાય જુથ જોઇન્ટ લાયેબીલીટી ગ્રુપ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ અંતર્ગત તથા સમાજના નબળા વર્ગોને પુરતા પ્રમાણમાં ધિરાણ કરવામાં આવેલ છે. વધુમાં પ્રધાનમંત્રી જનધન, અટલ પેન્શન વિગેરે સરકારી યોજનાઓમાં પણ નોંધપાત્ર કામગીરી થયેલ હોવાનું  બેંકના ચેરમેન સી.બી.સાવંતે જણાવેલ છે.

(1:06 pm IST)