Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સોમવારની રજા જાહેર કરતા યુનિવર્સિટી સળંગ પાંચ દિવસ બંધ રહેશે : કોરોના પ્રકોપને ધ્યાને લઇ પાંચ દિવસનું મિનિ લોકડાઉન

રાજકોટ: કોરોનાની ચેન તોડવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સોમવારે રજા રાખશે. શનિ અને રવિવારની રજા છે જ, મંગળ અને બુધવારની પણ રજા છે. સોમવારની રજા જાહેર કરવામાં આવતાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૧૦ થી ૧૪ એપ્રિલ સુધી સળંગ પાંચ દિવસ બંધ રહેશે.

(8:05 pm IST)
  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST

  • બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અન્સારી પછી હવે પૂર્વ સાંસદ અતીક અહમદનો વારો : મુખ્તારને પંજાબની જેલમાંથી લાવ્યા પછી હવે માફિયા અતીકને ગુજરાતની જેલમાંથી લાવી યુ.પી. ભેગો કરાશે : યુ.પી.ના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લનું બયાન access_time 2:01 pm IST

  • અપરાધીઓને પાતાળમાંથી પણ ગોતી કાઢશું : જેલભેગા કરી દઈશું : મુખ્તાર અંસારીને યુ.પી.ની જેલમાં ધકેલ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બંગાળમાં નિવેદન access_time 11:37 am IST