Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પશ્ચિમ વિભાગીય જનરલ મેનેજરને મળતા રામભાઇ મોકરીયાઃ રેલ પ્રશ્નોને વાચા

રાજકોટની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ સાથે રાજયસભાના સભ્ય શ્રી રામભાઇ મોકરીયાએ શુભેચ્છા મુલાકાત યોજી રેલ્વેને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ પ્રસંગે રેલવે સલાહકાર સમીતીના સભ્ય મનીષ ભટ્ટ અને હિરેન જોષી સાથે રહયા હતા.(૪.૧૦)

રાજકોટ, તા., ૮: રાજકોટ ડીવીઝન ખાતે રેલ્વેના વિકાસલક્ષી કામનું નિરીક્ષણ કરવા તેમજ સમીક્ષા કરવા રાજકોટ આવેલ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ રાજયસભાના સાંસદસભ્ય રામભાઇ મોકરીયાએ રાજકોટ રેલ્વે સ્ટેશન અને ડીવીજન  વિભાગની મુલાકાત લીધેલ હતી રાજકોટને વધુમાં વધુ સુવિધા કેમ મળી શકે તે અંગેની વિસ્તૃત ચર્ચા સાંસદ સભ્યશ્રીએ કરી હતી સાથે ગુજરાત રાજય સરકારને ફાટક મુકત ગુજરાત અભિયાન અંતર્ગત કામગીરી કેટલે પહોંચી છે તેની સમીક્ષા પણ કરી હતી અને સાસણ ખાતે ગીર વિસ્તારોમાં ટ્રેનના હડફેટે સિંહોના અપમૃત્યુ થાય છે તે અંગે પણ યોગ્ય તથા સમયસર કામગીરી કરવા જણાવ્યું હતું આ તકે રાજકોટ ડીવીઝન મેનેજર પરમેશ્વર ફુંકવાલે અભિનવ જૈફ, ઝેડઆરયુસીસી સભ્ય મનીષભાઇ ભટ્ટ, ડીઆરયુસીસી સભ્ય હિરેનભાઇ જોશી, ડીવીઝન ઓફીસર પુરોહીત, શ્રી ઝાલા સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:29 pm IST)
  • અપરાધીઓને પાતાળમાંથી પણ ગોતી કાઢશું : જેલભેગા કરી દઈશું : મુખ્તાર અંસારીને યુ.પી.ની જેલમાં ધકેલ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બંગાળમાં નિવેદન access_time 11:37 am IST

  • દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આજે AIIMS ખાતે ​​કોવાક્સિન રસીનો બીજો ડોઝ લીધો : તેમણે માર્ચ 9 એ તેમનો પ્રથમ ડોઝ લીધો હતો. access_time 1:26 pm IST

  • રાજકોટમાં વધુ બે સ્થળોઍ ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે : શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોનાઍ હાહાકાર મચાવતા ગઈકાલે ૩ સ્થળોઍ બુથ શરૂ કરાયા છે ત્યારે આજે વધુ ૨ સ્થળો સામાકાંઠે અને સોરઠીયા વાડી ઍમ બે સ્થળોઍ ટેસ્ટીંગ બુથ શરૂ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાશે : શહેરમાં હાલમાં ૮ બુથ કાર્યરત છે access_time 12:02 pm IST