Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રાજકોટમાં મીની ઇલેકટ્રીક બસની ટ્રાયલ શરૂ કરાવતા મેયર

હાલ તુરંત બી.આર.ટી. એસ. રૂટ ત્થા સીટી બસનાં રૂટ પર બે ટ્રાયલ બસ ચલાવાશે : તબક્કાવાર પ૦ ઇ-બસને દોડાવવાનું આયોજન

રાજકોટ, તા. ૮ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટે તે માટે જુદા જુદા પગલાઓ લઇ રહી છે. પ્રદુષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે, BRTS તથા સિટી બસ સેવામાં ૫૦ મીની કુલિંગ એ.સી. ઇલેકટ્રીક બસ ગ્રોસકોસ્ટ મોડલ થી PMI ઇલેકટ્રોક મોબિલીટી સોલ્યુસન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ટ્રાયલ માટે એક ઈલેકટ્રીક બસનું શહેરમાં આગમન થયેલ છે. આ ઈલેકટ્રીક બસનું મેયર ડૉ.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવાનાં હસ્તે પૂજન કરાયું હતું.

જે મુજબ ટેન્ડરમાં નિયત થયેલ શરત પ્રમાણે હાલ ઈલેકટ્રીક બસ માટેની એજન્સી M/s. PMI Electro Mobility Solutions Pvt. Ltd. નવી દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોટોટાઈપ ઈલેકટ્રીક બસની ચકાસણી અત્રેથી નિયુકત કરેલ Third party inspection agency IRCLASS દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. જે અન્વયે એજન્સી દ્વારા ૧ (એક) ઇલેકિટ્રક બસ, માનેસર (હરિયાણા) ખાતે ICAT લેબોરેટરી ખાતે ટેસ્ટીંગ માટે આપેલ છે જયારે સમાન પ્રકારની ૧ (એક) બસ અત્રે ટ્રાયલ રન માટે મોકલવામાં આવેલ છે જેનું આગામી દિવસોમાં ટ્રાયલ રનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

એજન્સી M/s. PMI Electro Mobility Solutions Pvt. Ltd. નવી દિલ્હીને રૂ.૫૩.૯૧/- પ્રતિ કિ.મી. (With Charger) મુજબના વાટાઘાટ બાદના અંતિમ ભાવે તા.૧૨/૧૨/૨૦૧૯ના રોજ મળેલ રાજકોટ રાજપથ લી.ની બોર્ડ મીટીંગમાં બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા મંજુરી આપવામાં આવેલ. એજન્સીનો કોન્ટ્રાકટ કુલ સમયગાળો ૧૦ વર્ષનો રહેશે.          

વિશેષમાં, ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ CMUBS (CHIEF MINISTER URBAN BUS SERVICES) યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને પ્રત્યેક ઈ-બસ દિઠ રૂ.૨૫/-પ્રતિ કિ.મી.ની ગ્રાન્ટ મળવાપાત્ર થશે, જેના કારણે મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ઓવરઓલ ઓપરેશન ખર્ચમાં ઘટાડો થશે.

તદ્દઉપરાંત કેન્દ્ર સરકારશ્રીનાં એકમ DHI દ્વારા મંજુર થયેલ વધારાની ૧૦૦ મીડી એસી ઇલેકિટ્રક બસની ટેન્ડરપ્રક્રિયા પણ પૂર્ણતાને આરે છે જે અંતિમ થયેથી નિયત એજન્સીને જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને કામગીરી માટેનો વર્ક ઓર્ડર આપી શકાશે. જે અન્વયે આવનાર ૧૦૦ ઈ-બસ માટે ઉપરોકત જણાવ્યા મુજબની CMUBS યોજનાનો લાભ મળવાપાત્ર થશે.  

 ઈલેકટ્રીક બસનું ટેસ્ટીંગ બાદ અને કેન્દ્ર સરકારનું ટેસ્ટીંગ સર્ટિફિકેટ આવ્યા બાદ ઈલેકટ્રીક બસ શહેરમાં ચલાવવામાં આવશે. કંપની દ્વારા ૩૫ બસની કામગીરી પૂર્ણતાનાં આરે છે. જે રાજકોટ શહેરને એપ્રિલના અંતમાં મળી જશે.

(3:27 pm IST)
  • રાજકોટમાં કોરોનાઍ બપોર સુધીમાં બેવડી સદી ફટકારીઃ ૨૦૦ કેસ : શહેરનો કુલ આંક ૨૧,૨૦૨ઍ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૯૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૦.૩૦ ટકા થયો access_time 2:04 pm IST

  • ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોના પોઝીટીવ : ગુજરાત સરકારના વધુ ઍક પ્રધાનને કોરોના વળગ્યો : રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત બનતા તેમને યુ. ઍન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 11:58 am IST

  • મહારાષ્ટ્રના રાજકારણમાં ધડબડાતી : મુંબઇ એન્ટિલિયા કેસમાં રોજ નવા નવા ધડાકાઓ થઈ રહ્યા છે. મળતા અહેવાલો મુજબ સચિન વાજેએ કોર્ટમાં લેખિત નિવેદન આપીને નવો ખુલાસો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સાથે પરિવહન પ્રધાન અનિલ પરબે પણ તેને ગેરકાયદેસર વસૂલાત માટે લક્ષ્યાંક આપ્યા હતા. access_time 11:29 pm IST