Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મવડી ગ્રીન પાર્કમાં ભાજપના કોર્પોરેટર વિનુભાઇ સોરઠીયાના પુત્રનો બાથરૂમમાં ફાંસો ખાઇ આપઘાત

સવારે ન્હાવા ગયો, બહાર આવવામાં મોડુ થતાં તપાસ કરતાં શાવરમાં લટકતી હાલતમાં મળતાં અરેરાટી : મવડીમાં લોખંડનું કારખાનુ ધરાવતાં ૨૮ વર્ષના વિશાલના આ પગલાથી ૧ા વર્ષની દિકરીઍ પિતાની છત્રછાંયા ગુમાવીઃ કારણ જાણવા પોલીસની તપાસઃ વિશાલ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા હતોઃ પિતા વિનુભાઇ વોર્ડ ૧૧માંથી આ ટર્મમાં જ કોર્પોરેટર તરીકે ચુંટાયા છે

કોર્પોરેટર વિનુભાઇ સોરઠીયાનું મવડીમાં આવેલુ નિવાસસ્થાન, તેમના પુત્ર વિશાલભાઇનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: શહેરના મવડીના બાપા સિતારામ ચોક ગ્રીન પાર્ક-૧માં રહેતાં વોર્ડ નં. ૧૧ના આ વર્ષે જ પ્રથમ વખત ચુંટાયેલા ભાજપના કોર્પોરેટર વિનોદભાઇ (વિનુભાઇ) સોરઠીયાના યુવાન પુત્ર વિશાલભાઇ સોરઠીયા (ઉ.વ.૨૮)ઍ ઘરના બાથરૂમમાં શાવર (ફૂવારા) સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ ગ્રીન પાર્ક-૧માં રહેતો વિશાલભાઇ સોરઠીયા સવારે ન્હાવા માટે બાથરૂમમાં ગયો હતો. પરંતુ મોડે સુધી બહાર ન આવતાં તેના મોટાભાઇઍ દરવાજા ખખડાવ્યો હતો અને બે વખત તેના નામનો અવાજ કર્યો હતો. પરંતુ જવાબ ન મળતાં કંઇક અજુગતુ બન્યાનું સમજી પુશ બટનવાળો દરવાજા ખુલ્લો જ હોઇ તે ખોલીને જાતાં તે શાવરમાં લટકતો જાવા મળ્યો હતો. ૧૦૮ના તબિબે વિશાલભાઇને તપાસીને નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડ અને લાલજીભાઇઍ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર વિશાલભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા હતો. તે મવડીમાં લોખંડનું કારખાનુ ધરાવતો હતો. તેને સંતાનમાં સવા વર્ષની દિકરી છે. તેણીના સસરા કોઠારીયા રોડની વિશ્રાંતિ સોસાયટીમાં રહે છે. પત્નિ હાલ પિયરે હોઇ તેને જાણ થતાં તે પણ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઇ કારણ હાલ બહાર આવ્યું નથી. પરિવારજનો પણ હાલ કંઇ કારણ જાણતા નથી. અંતિમવિધી બાદ પોલીસ સ્વજનોના નિવેદનો નોંધી કારણ જાણવા તપાસ કરશે. વિશાલભાઇના પિતા વિનુભાઇ સોરઠીયા આ વર્ષે જ ભાજપના કોર્પોરેટર તરીકે વોર્ડ નં. ૧૧માંથી ચુંટાયા છે. યુવાન દિકરાના આ પગલાથી તેઓ તથા પરિવારના બીજા સભ્યો શોકમાં ગરક થઇ ગયા છે.

બનાવની જાણ થતાં વિનુભાઇ સોરઠીયાના સગા સ્વજનો તેમજ વિસ્તારના ભાજપ આગેવાનો, બીજા કોર્પોરેટરો નિવાસસ્થાને અને હોસ્પિટલે પહોîચી ગયા હતાં અને વિનુભાઇને દિલાસો પાઠવ્યો હતો.

(12:26 pm IST)
  • રાજકોટમાં કોરોનાઍ બપોર સુધીમાં બેવડી સદી ફટકારીઃ ૨૦૦ કેસ : શહેરનો કુલ આંક ૨૧,૨૦૨ઍ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૯૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૦.૩૦ ટકા થયો access_time 2:04 pm IST

  • વધુ એક રાજકીય નેતા કોરોના સંક્રમિત થયા : ભાજપના શ્રી આઈ.કે.જાડેજામો રિપોર્ટ કોરોના પોઝિટિવ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે access_time 12:50 pm IST

  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST