Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

લક્ષ્મીનગરનો વિશાલ તમંચા સાથે પકડાયોઃ ભૈયાએ આપ્યાનું રટણ

માલવીયાનગરના મશરીભાઇ, મહેશભાઇ, રોહિતભાઇની બાતમી

રાજકોટ તા. ૮: લક્ષ્મીનગર-૪માં રહેતો અને છુટક મજૂરી કરતો વિશાલ હસમુખભાઇ જાદવ (ઉ.વ.૨૩) દેશી તમંચો રાખીને ફરતો હોવાની બાતમી માલવીયાનગરના હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, મહેશભાઇ ચાવડા અને રોહિતભાઇ કછોટને મળતાં તેને ઘર નજીકથી જ પકડી લઇ તલાસી લેતાં રૂ. પાંચ હજારનો તમંચો મળી આવ્યો હતો.

પુછતાછમાં પોતાને એક ભૈયાએ સાચવવા આપ્યાનું રટણ કર્યુ હતું. વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના મુજબ પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, યુવરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કામગીરી પેટ્રોલીંગ દરમિયાન કરી હતી.

(12:54 pm IST)