Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉન વેળાએ રાજકોટના અમીનમાર્ગ પર બનાવ્યો ટિક્ટોક વિડિઓ : રમ્યા રાસ

રાજકોટ : કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં 21 દિવસનાલોકડાઉન વચ્ચે એક વિડિઓ વાયરલ થયો છે જે રાજકોટના અમીનમાર્ગનો હોવાનું મનાય છે 

વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે બે જેટલા યુવાનો વ્હાઇટ કાર ના દરવાજાઓ ખુલ્લા રાખી ફ્રન્ટ હેડ લાઈટ પાસે રાસ રમી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોઇ શકાય છે.

 સમગ્ર મામલે રાજકોટ ના ડીસીપી ઝોન ટુ મનોહરસિંહ જાડેજા નો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે હાલ એક ટિક્ટોકનો વિડીયો પોલીસને મળ્યો છે. પોલીસ ટિક્ટોક વિડિઓ જે એકાઉન્ટ માંથી અપલોડ કરવામાં આવ્યો છે. તે વ્યક્તિ ની શોધખોળ કરી રહી છે. તો સાથે જ ગુનાહિત પ્રવૃત્તિમાં જે કોઈ પણ વ્યક્તિ સામેલ છે તેના વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમજ કડકમાં કડક કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે

(12:37 am IST)