Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ક્રિષ્ના પાર્ક રીસોર્ટની ટીમે જરૂરીયાત મંદોની વ્હારેઃ દરરોજ બે હજાર ફુડ પેકેટ વિતરણ

કણસાગરા પરિવારના હરીભાઇ- સુરેશભાઇના માર્ગદર્શન હેઠળ

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાવચેતીના પગલાના ભાગરુપે દેશભરમાં ર૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં ક્રિષ્ના પાર્ક રિસોર્ટના ચેરમેન હરીભાઇ કણસાગરા તથા ડીરેકટર સુરેશભાઈ કણસાગરાની પ્રેરણાથી શહેરમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે જે આગામી ૧૪ એપ્રિલ સુધી દરરોજ અનેક વિસ્તારમાં જઇ લોકોને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યાં છે.  બે હજાર જેટલા ફુડ પેકટ રિસોર્ટના સ્ટાફ કે જેઓ બહારના રાજયમાંથી આવી કામ કરે છે તેઓ રીસોર્ટમાં જ રહી ભોજન બનાવી લોકોને પહોચાડી, રહ્યા છે. જેમાં ક્રિષ્ના પાર્ક રીસોર્ટના ચેરમેન હરીભાઇ કણસાગરાએ પણ ગરીબ જરૂરીયાત મંદને ફુડ - પેકેટ આપ્યું હતું..

  રીસોર્ટમાં હાલમાં ૪૦ લોકોનો સ્ટાફ છે જે ૧૪ તારીખ સુધી ફૂડ પેકેટ બનાવીને રોડ પર નીકળતા લોકોને તથા જરૂરીયાત મંદ લોકોની મદદરૂપ થવા વિતરણ કરવામાં આવે છે. હરિભાઇ કણસાગરાએ  યાદીમાં વધુમાં જણાવેલ કે હાઇવે પર શાપર આગળ સુધી બામણબોર પર કુવાડવા હાઇવે પર અને કાલાવાડ રોડ પર તથા ત્યારબાદ ગામની અંદર જેને ખાવાનું નથી મળતુ તેવા લોકોને જમવાનું પહોચતું કરવામાં આવશે,

   ક્રિષ્ના પાર્ક રીસોર્ટના માર્કેટીંગ મેનેજર નિલેશભાઇ માથુરએ જણાવ્યું હતું કે દરરોજ  બે હજાર જેટલા ફુડ પેકેટ બનાવીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે  ૧૪મી સુધી ચાલુ રહેશે.

(4:36 pm IST)