Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજકોટમાં હવે દવા પણ ઘર બેઠા મળી રહેશે

સેવા ભારતીના કાર્યકરો ફ્રી હોમ ડિલીવરી કરશેઃ પેમેન્ટ ઓનલાઈન કે રોકડથી કરી શકાશે

રાજકોટ, તા. ૮ : કોવિડ-૧૯ને અનુલક્ષીને રાજકોટ શહેર વિસ્તારમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉન દરમિયાન મોટાભાગના આમ પ્રજાજનો પોતાની દવાઓ લેવાના કારણો દર્શાવીને શહેરમાં નીકળે છે.

આ લોક ડાઉન દરમ્યાન આમ પ્રજાજનોને મેડીકલ દવાઓ લેવામાં રાહત થાય અને લોકોને પોતાના ઘરથી બહાર નીકળવું ન પડે તે માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ, અને ડી.સી.પી. શ્રી ઝોન-ર મનોહરસિંહ એન જાડેજાની રાહબરી હેઠળ રાજકોટ શહેરમાં આવેલા તમામ મેડીકલ સ્ટોર્સ ધારકો સાથે પરામર્શ કરી લોકોને ઘર બેઠા મેડીકલ દવાઓ મળી રહે, ફાયદો થાય અને સુખાકારી જળવાઇ રહે તે માટે દરેક ચેક પોસ્ ઉપર શહેરના જે જે મેડીકલ સ્ટોર્સ ખાતેથી મેડીકલ દવાઓ મળનાર છે તેના નામ અને મોબાઇલ નંબર/ ટેલીફોન નંબરની વિગત સાથેની પત્રીકા (પેમ્પલેટ)નું વિતરણ કરવામાં આવનાર છે. જે લોકોએ મેડીકલ દવાઓ મેળવવાની છે તેઓએ પત્રીકામાં દર્શાવેલ ટેલીફોન નંબર / મોબાઇલ નંબર ઉપર ફોન/કોલ કરવાથી મેડીકલ સ્ટોર્સ દ્વારા ઘર બેઠા 'કેશ ઓન ડિલીવરી'થી દવાઓ પહોંચાડવામાં આવશે.

રાજકોટ શહેર ખાતે 'સેવા ભારતી' સંસ્થાના કાર્યકરો દ્વારા લોકોને મેડીકલ દવાઓ કોલ કર્યાના બે થી ત્રણ કલાકમાં 'ફ્રી હોમ ડિલીવરી'થી કરનાર છે અને તેનું પેમેન્ટ 'ઓનલાઈન' અથવા દવા મળ્યેથી 'કેશ-ઓન ડિલીવરી' દ્વારા કરી શકાશે. સેવા ભારતી સંસ્થા ્દવારા હાલમાં પાંચ મેડીકલ સ્ટોર્સ સાથે સંયુકત રીતે મેડીકલ દવાની ડિલેવરી આપવાનું શરૂ કરેલ છે.(૩૭.૩)

ફોન કરો એટલે મેડીકલ સ્ટોર્સ દ્વારા કેશ ઓન ડિલીવરીથી દવા પહોંચાડાશે

(૧) શિવમ મેડીકલ સેન્ટર

(ઈન્દીરા સર્કલ) - મો. ૭૨૦૨૦ ૦૦૯૫૫

શિવમ ફાર્મસી

(ઈન્દીરા સર્કલ) મો. ૯૪૨૮૬ ૯૮૧૯૪

(૨) દેવપુષ્પ મેડીકલ સ્ટોર

(હનુમાન મઢી પાસે)

મો. ૮૬૫૫૩ ૮૪૯૨૯ / ૭૨૨૭૦ ૨૪૪૪૪/

૯૫૮૬૩ ૬૩૩૦૯

(૩) વિકાસ ફાર્મસી

(એસ્ટ્રોન નાલા સામે)

મો. ૭૮૦૨૯ ૯૯૨૯૨ / ૭૪૮૬૦ ૫૪૦૫૪

(૪) પ્રમુખ મેડીસીન્સ (કોટેચા ચોક)

મો. ૯૩૨૮૩ ૨૨૨૩૦

(૫) આયુષ ફાર્મસી (રાજનગર ચોક)

મો. ૯૪૮૪૮ ૮૨૮૮૮

(4:07 pm IST)