Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

તમામ પશુઓ માટે સહાય જાહેર કરોઃ જીવદયા પ્રેમીઓમાં મોટો કચવાટ

નોંધાયેલ ટ્રસ્ટ, પાંજરાપોળ, ગૌશાળા માટે રાજય સરકારે ગાય-ભેંસ માટે પશુ દીઠ રૂ.૨૫ની સહાય આપી, પણ ઉંટ, ઘોડા, ગધેડા, ઘેટા, બકરાનું શું ? : સંવેદનશીલ સરકાર તુરંત પરિપત્રમાં ફેરફાર કરી કોરોનાના કટોકટી સમયે અન્ય મુંગા જીવોને પણ ધ્યાનમાં લે તેવી પ્રવર્તતી લાગણી

રાજકોટઃ સંવેદનશીલ સરકારની ગૌ શાળા પાંજરાપોળ ટ્રસ્ટ ના ગાય ભેસ વર્ગ ના પશુ ને એક માસ માટે પ્રતિ દિન ૨૫ રૂ ની સહાયની જાહેરાત કરી છે. પણ વર્ષોથી આશ્રિત અશ્કત અસહાય પશુ ને પાચયુ પણ નહીં? અસવેદનશિલ જાહેરાતથી જીવદયા પ્રેમી મા ભારો ભાર અસંતોષ પ્રસર્યો છે. અછત મેન્યુઅલ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ટ્રસ્ટ રજીસ્ટરે નોંધાયેલા તમામ પશુઓને સહાય મળવાપાત્ર તો આ પરિપત્ર માં અન્ય પશુઓની બાદબાકી શા માટે? ગૌ શાળા, પાંજરાપોળ માં વર્ષોથી આશ્રિત ધેટા, બકરા, દ્યોડા, ગધેડા, ઉંટ ને શું દ્યાસચારો જોતો નથી? શું પાંજરાપોળ ગૌશાળા આવા જીવ ની બાદબાકી કરે છે? તો પછી પરિપત્રમાં ગાય અને ભેંસ વર્ગ જ શા માટે પરિપત્ર મા તાત્કાલિક આ બાબત ધ્યાનમાં રાખી યોગ્ય કરવાની માંગ જીવદયા પ્રેમીઓએ ઉઠાવી છે.

 કોરોનાવાયરસ ની મહામારીને પગલે સરકારે સંવેદના રાખી રાજયની તમામ રજીસ્ટર ગૌશાળા અને પાંજરાપોળ ને આર્થિક સંકટ ન થાય એવા ઉમદા હેતુથી ગાય અને ભેંસ વર્ગના પશુને પ્રતિદિન પશુ દિઠ રૂપિયા ૨૫ આપવાનો નિર્ણય કર્યો હોય જેના પરિપત્રમાં ટ્રસ્ટમાં વર્ષોથી આશ્રિત બનેલા અન્ય પશુ જેવા કે દ્યેટા, બકરા, ઘોડા, ઉંટ ગધેડા જેવા પશુ નો સમાવેશ ન કરતા માત્ર ગાય અને ભેંસ વર્ગના નો સમાવેશ કરતા જીવ દયા પ્રેમી મા ભારે રોષ સાથે નારાજગી ફેલાઈ છે. સાથે એ પણ સવાલ ઉભો થયો છે કે શું સંસ્થા અન્ય પશુઓને દ્યાસચારો કે નિભાવ મા અંતર રાખે છે તો પછી પરીપત્ર મા અંતર શા માટે? સંવેદનશીલ સરકાર આ બાબતે પરિપત્ર માં ફરી ફેરફાર કરી તમામ નોંધાયેલા પશુઓને આ લાભ આપવાની માંગ ઉઠી છે

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકારના અછત મેનયુલ માં સ્પષ્ટ કર્યા મુજબ ગૌશાળા પાંજરાપોળ ના ટ્રસ્ટી ના રજીસ્ટ્રાર મા નોંધાયેલા તમામ જીવોને સહાય મળવા પાત્ર હોવાનું લખ્યું હોય તો આ પરિપત્ર માં માત્ર ગાય અને ભેંસ વર્ગના પશુને જ આ લાભ   શામાટે ? મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ આ બાબતે યોગ્ય કરે એવી જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠી છે. (સંકલનઃ જયેશ ભટાસણા)

(11:39 am IST)