Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજકોટ શહેર-જીલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપ બહેનોને પોસ્ટમેન ઘરે સહાય આપવા જશેઃ રાશન-દવાની પણ મદદ

કલેકટરનો મહત્વનો નિર્ણયઃ બેડીપરા પોસ્ટ ઓફીસથી પ્રારંભઃ પ્રાંત -મામલતદારોને સહયોગ આપવા સુચના

રાજકોટ,તા. ૮: પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિ અને લોકડાઉનના લીધે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય)ની બહેનોને સહાયની રકમ ઉપાડવા પોસ્ટ ઓફિસમાં જવામાં મુશ્કેલી પડતી હોય છે. જે ધ્યાને રાખીને સંવેદનશીલ જિલ્લા વહીવટી તંત્રએ પોસ્ટ વિભાગ સાથે સંકલન કરી લાભાર્થી બહેનોને તેના દ્યરે જ સીધી સહાય મળી જાય તે માટે સુનિશ્યિત વ્યવસ્થા ઉભી કરવામાં આવતા લાભાર્થી બહેનોને રાહત થશે.રાજકોટ જિલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ. ૧૨૫૦ રાજય સરકારની યોજના અન્વયે પોસ્ટખાતા મારફતે તેના પોસ્ટના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. કોરોના વાયરસની સ્થિતિમાં રાજય સરકાર દ્વારા લાભાર્થી બહેનોને DBT મારફતે પોસ્ટખાતામાં જમા કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ અને પોસ્ટ વિભાગના સંકલન હેઠળ આ એડવાન્સ સહાયની રકમ માટે બહેનોને પોસ્ટ ઓફિસે લોકડાઉનની સ્થિતિમાં જવું ન પડે અને દ્યરે જ આ રકમ મળી જાય તેવું આયોજન કરવામાં આવેલ છે. પોસ્ટ ઓફિસના સહકારથી દરેક લાભાર્થીને પોસ્ટમેન દ્વારા દ્યરે નાણા ચુકવવામાં આવનાર છે. પોસ્ટમેન સાથે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કર્મચારીઓ પણ સાથે રહી નિરાધાર વિધવા બહેનોને રેશન, દવા, જીવન જરૂરી વસ્તુઓની જરૂરીયાતની માહિતી મેળવી શકયતૅં સેવાઓ પુરી પાડવામાં આવશે.

આ કામગીરીનો પ્રારંભ આજથી બેડીપરા પોસ્ટ ઓફિસ વિસ્તારમાંથી કરાયો હતો. આ કામગીરીમાં સંબંધિત પ્રાંત અધિકારી અને મામલતદારે પણ સહયોગ આપવા કલેકટરે સુચના આપી હતી.

(11:56 am IST)