Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

એકાંકી નાટય સ્પર્ધા

 બાલભવન, ભારત સેવક સમાજ, સંકલ્પ થિયેટર્સના સંયુકત ઉપક્રમે વિ  શ્વ રંગમંચ દિવસની ઉજવણીરૂપે 'એકાંકી નાટય સ્પર્ધા' રાખવામાં આવી હતી. નાટય સ્પર્ધામાં પ્રથમ ક્રમે રજની આર્ટનું 'સ્વપ્ન એક પ્રતિબિંબ કા' તેમજ દ્વીતીય ક્રમે ઇન્કનીટી આર્ટસનું 'બ્લેક એન્ડ વ્હાઇટ ગેમ' વિજેતા બનેલ. શ્રેષ્ઠ પુરૂષપાત્ર વીકી તથા શ્રેષ્ઠ સ્ત્રી પાત્ર મેઘા 'એકાંકી' નાટક જનતાએ ભાવથી માણ્યુ હતુ. નિર્ણાયક તરીકે આવૃતીબેન નાણાવટી અને અનિલભાઇ રાઠોડ તથા મહેશભાઇ કોટેચાએ સેવા આપી હતી. સમગ્ર દોર ભારત સેવક સમાજના મંત્રી જનાર્દનભાઇ પંડયા, ઓર્ગેનાઇઝર સેક્રેટરી એલ. એસ. સૈયદે સંભાળેલ.

(3:33 pm IST)