Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

ચંદ્રેશનગરમાં સીઝન સ્ટોર્સમાં ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે પકડાયા

હરદેવ રાઠોડ અને રીતેશ કાછલાની ધરપકડઃ સુખદેવસિંહ ઉર્ફે સુખાની શોધખોળ

રાજકોટ, તા. ૮ :. શહેરના ખીજડાવાળા રોડ પર ચંદ્રેશનગરમાં આવેલા બલદેવ સીઝન સ્ટોર્સ નામની દુકાનમાં પોલીસે દરોડો પાડી આઈપીએલના ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને માલવીયાનગર પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વેલુભા ઝાલા, ભાવેશભાઈ ગઢવી, હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ભાવિનભાઈ ગઢવી, મસરીભાઈ અને જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મસરીભાઈને મળેલી બાતમીના આધારે ચંદ્રેશનગર મેઈન રોડ પર આવેલી બલદેવ સીઝન સ્ટોર નામની દુકાનમાં દરોડો પાડી આઈપીએલના ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હરદેવ કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.૨૭, રહે. વલ્લભનગર શેરી નં. ૧, ડી માર્ટની સામે), રીતેશ પ્રવીણભાઈ કાછેલા (ઉ.વ. ૧૯, રહે.મવડી મેઈન રોડ, અંકુરનગર શેરી નં. ૧)ને પકડી લઈ રૂ. ૧૧૩૦૦ની રોકડ સહિત ૫૧૮૦૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. જ્યારે સુખદેવસિંહ ઉર્ર્ફેે સુખો મહીપતસિંહ ઝાલા નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે

(2:36 pm IST)